વગડા વચ્ચે – જયંત પાઠક

વગડા વચ્ચે તલાવડી ને તલાવડીમાં ફૂલ
ફૂલમાં ફોરમ થૈને પોઢો તમે ભલાજી…
એક કરી લો ભૂલ !

ઉપર ઝૂક્યાં ઝાડ ભલાજી લ્હેર લ્હેરમાં ડોલે,
ભીતર ભીના પ્હાડ, પ્હાડમાં લીલી કોયલ બોલે;
તમે પ્હાડમાં સૂરજ થૈને ઊગો ભલાજી…
એક કરી લો ભૂલ !

સળવળ સળવળ તલાવડીમાં રમે રાતની પરી
પાંખો હેઠળ ચાંદ લઈને તને ચાંદની નરી
ચાંદ થઈને ઊંચીનીચી સળવળ સળવળ
થતી છાતીએ ભલાજી…
એક કરી લો ભૂલ !

ચારે કાંઠે તલાવડીના લીલું લીલું ઘાસ,
ભીના ભીના પાથરણામાં ભીની માટીની વાસ;
માટી થૈને ભરી દિયો મઘમઘથી
મારા શ્વાસ ભલાજી….
એક કરી લો ભૂલ !

– જયંત પાઠક

2 replies on “વગડા વચ્ચે – જયંત પાઠક”

  1. વન વગડાના કવિ શ્રી જયત પાઠકની સરસ રચના………………..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *