મનપાંચમના મેળામાં… May 18, 2014 (Bay Area, California)

Bay Area, California ના ગુજરાતીઓ માટે એક – Not to be missed કાર્યક્રમ..

For VIP or Regular tickets, please select the option from below, and then click on Add to Cart. Attention GCA Members:  Please visit GCA website to buy discounted GCA tickets (available until May 11 only)


Select Program Options to Attend:




1798003_505764278157_484393557_n


Select Program Options to Attend:




16 replies on “મનપાંચમના મેળામાં… May 18, 2014 (Bay Area, California)”

  1. Yes, I got the title of this poem, “Dungar Keri …” from another chat. It is “MITHI MATHE BHAAT”. I couldn’t get the poet name.

  2. What is the title of this excellent poetry, “Dungar Keri…”? Reading after 50 years, but today also it creates the same tragic scene, as if it is happening in front of us. Who was the poet? Really great.

  3. આ એક સુખી પરીવાર ની કરુણ કવિતા , અમારી નિશાળ ( જૂનાગઢ) માં અમને ભણાવતાં, ત્યારે અમારાં લલિત સાહેબની અખોમાં જળજડિયા આવી જતા.

    • ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ,
      ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ,

      સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ,
      ભોંય બધી ભગરી અને રૂડી અધિક રસાળ.

      નવાણ છે નવ કોસનું, ફરતાં જંગી ઝાડ,
      રોપી તેમાં શેલડી, વાધ્યો રૂડો વાઢ.

      પટલાણીએ પુત્રનું મુખ દીઠું છે માંડ,
      મીઠી ઉંમર આઠની બહેન લડાવે લાડ.

      શિયાળો પૂરો થતાં પાક્યો પૂરો વાઢ,
      વાઘ, શિયાળ, વરુ તણી રહેતી વગડે રાડ.

      કેળ સમી સૌ શેલડી ઝૂકી રહી છે ઝુંડ,
      રસ મીઠાની લાલચે ભાંગે વાડો ભૂંડ.

      ચિચોડો બેસાડવા પાંચે કરી વિચાર,
      બાવળનાં નથ-બૂતડી તુર્ત કર્યા તૈયાર.

      સોંપ્યુ સાથી સર્વને બાકી બીજું કામ,
      સાધન ભેળું સૌ થવા તવા-તાવડા ઠામ.

      પટલાણી પેખી રહી પટેલ કેરી વાટ,
      રોંઢાવેળા ગઈ વહી પડતું ટાઢું ભાત.

      (ભુજંગી)

      કહે મા, ‘મીઠી લે હવે ભાત આપું,
      કીકો લાવ મારી કને, જા તું બાપુ.’

      હજી ઘેર આતા નથી તુજ આવ્યા,
      ભૂખ્યા એ હશે વાઢ-કામે થકાયા.”

      ભલે લાવ, બા, જાઉં હું ભાત દેવા,
      દીઠા છે કદી તેં ઊગ્યા મોલ કેવા ?

      મીઠી કેળ-શી શેલડી તો ખવાશે,
      દીઠી છે ટૂંકી વાટ જલ્દી જવાશે.’

      કહી એમ માથે લઈ ભાત ચાલી.
      મૂકી માર્ગ ધોરી, ટૂંકી વાટ ઝાલી.

      (દોહરો)

      વહી જાય છે વેગમાં મીઠી ભરતી ફાળ,
      ગણે ના કાંટા કાંકરા, દોડે જેમ મૃગબાળ.

      ડુંગર ઝાડી ગીચમાં કોડે કૂદતી જાય,
      સામો વાઢ ઝઝૂમતો જોતાં તે હરખાય.

      હમણાં વાડી આવશે, હમણાં આપું ભાત,
      એમ અધિક ઉતાવળી દોડી મળવા તાત.

      બખોલમાંથી બહાર ત્યાં વાઘ ધસ્યો વિકરાળ
      થપાટ પાછળથી પડી, બાળા થઈ બેહાલ.

      ભાત ઓઢણી તો રહ્યું ઝરડામાં જકડાઈ,
      મીઠી બાળા મોતના પંજામાસપડાઈ.

      વાઘ ઉપાડી ક્યાં ગયો ? કુદરતમાં કકળાટ !
      વૃક્ષ ઊભાં વીલાં બધાં, સૂ ની બની સૌ વાટ !

      સાંજ વહી સૂનકારમાં ઓઢીને અંધાર,
      રાત રડે છે રાનમાં આંસુડે ચોધાર.

      પહોચી ઘર પાંચો કરે ‘મીઠી ! મીઠી !’ સાદ :
      ‘મારે તો મોડું થયું, રોંઢો ન રહ્યો યાદ.’

      પટલાણી આવી કહે : ‘મેલી છે મેં ભાત,
      મળી નથી તમને હજી ? રોકાણી ક્યાં રાત ?’

      મળી નથી મીઠી મને મારગ ધોરી વાટ,
      કહાં ગોત કરવી હવે ? ગઈ હશે પગવાટ !

      બની ગયાં એ બાવરાં બંને મા ને બાપ,
      ગયાં તુર્ત તે ગો તવા કરતાં કંઈ સંતાપ.

      નભથી ચાંદો નીરખી વિલાય ફિક્કુ મુખ,
      ઝાંખા સર્વે ઝા ડવાં, દારુણ જાણ એ દુ:ખ.

      ‘મીઠી ! મીઠી !’ પાડતાં બૂમ ઘણી માબાપ,
      જવાબ પાછો ના મળે તેથી કરે વિલાપ.

      પળતાં આગળ પગ મહીં અટવાયું કંઈ ઠામ,
      તે તો ઘરની તાંસળી, ભાત તણું નહિ નામ.

      ખાલી આ કોણે કરી ? હશે સીમના શ્વાન ?
      મીઠી કાં મેલી ગઈ ? – બોલે નહિ કંઈ રાન.

      વળી પગે અટવાય છે ઝરડું, નીચે જોય,
      મીઠી કેરી ઓઢણી -પોકેપોકે રોય.

      ‘હા ! મીઠી, તું ક્યાં ગઈ? આ શું – ઝમે રુધિર !’
      ઉત્તર એનો ના મળે : બધુંય વિશ્વ બધિર !

      નિરાશ પાછા એ વળ્યાં કરતાં અતિ કકળાટ,
      ‘મીઠી ! મીઠી !’ નામથી રડતાં આખી વાટ.

      વાઢ ગયો વેચાઈને વીતી ગઈ છે વાત,
      તો પણ દેખા દે કદી મીઠી માથે ભાત

      • આ કાવ્ય મને ખૂબજ ગમતું જયારે મારો વારો આવતો મીઠી માથે ભાત ગાવા નો તે સમયે હુ ખૂબજ રોતો મારા શિસક ધરમિસતાબેન મારી સાથે મળીને ગાતા

  4. જે અવસરમા ભાગ લેવા માટે ભાગ્યશાળી ના હોય તેમને માટે રેકોર્ડીગની વ્યવસ્થા ઉપલબ્ધ થઈ શકશે કે કેમ એની જાણ કરશોજી અને એને માટે પેમેન્ટ અગે પણ જણાવશોજી, આભાર……………………

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *