હતો હું સૂતો પારણે પુત્ર નાનો – દલપતરામ

આદિત્ય ગઢવીના અવાજમાં સાંભળો

હતો હું સૂતો પારણે પુત્ર નાનો
રડું છેક તો રાખતું કોણ છાનો
મને દુખી દેખી દુખી કોણ થાતું
મહા હેતવાળી દયાળી જ મા તું

સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે
પીડા પામું પંડે તજે સ્વાદ તો તે
મને સુખ માટે કટુ કોણ ખાતું
મહા હેતવાળી દયાળી જ મા તું

લઈ છાતી સાથે બચી કોણ લેતું
તજી તાજું ખાજું મને કોણ દેતું
મને કોણ મીઠા મુખે ગીત ગાતું
મહા હેતવાળી દયાળી જ મા તું

પડું કે ખડું તો ખમા આણી વાણી
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી
પછી કોણ પોતાતણું દૂધ પાતું
મહા હેતવાળી દયાળી જ મા તું

-દલપતરામ

9 replies on “હતો હું સૂતો પારણે પુત્ર નાનો – દલપતરામ”

  1. Unable to read the post when I click the Title. The link opens in new tab but I can’t see the post. I even can’t see the comments, only name of commentor appears.

  2. પ્રાથમિક અને માધ્યમિક શાળામા આ કવિતા ઘણી વાર ગાએલી – youtube
    ઉપર નાનકડી દિકરીઓ ગાય છે તેનો વિડીઓ અહિ જોઇ શકશો –
    https://www.youtube.com/watch?v=b2pY9vNF4xc

  3. આ કવિતા મને ખુબ ગમે છે. હું આ કવિતા બાળકોને ગવારવું છું ને મને ખુબ આનંદ આવે છે. એક માં ના પ્રેમ ના ઝરણાની ઝલક ખુબ સરસ છે.

  4. મઘર્સ દે ને દિવસે બહુ સુન્દર કવિતા . આભાર્ એક ગિત શોધિ આપ્શો ?
    > પાથિક તારે વિસામ ના દુર દુર આરા
    હરના કે ઝરના દ્ર્રસ્તે ના પદશે……….
    જવાબ આપો ત્તો સારુ. જય શ્રિ ક્રરિશ્ન.

    • પથિક તારા વિસામા ના દુર દુર આરા, હાં હા હા દુર દુર આરા
      ન સીન્ચસે કોઈ માર્ગે તારા હિમાતુની શીતલ ધારા,
      માથે વળશે ધોમ ધખારા રેતી ના પથારા,
      ઉની રેતી ના પથારા હાં હાં હાં દુર દુર આરા..

      ફૂલ કે બુલબુલ વાટે ના મળશે,
      હરના કે ઝરણા દ્રષ્ટે ના પડશે,
      સોનેરી સ્વપ્ન એકે ના જડશે,
      મુક્તિ માર્ગ ન્યારા હાં હાં હાં દુર દુર આરા..

      વાહન ના મળે કોઈ વાટે,
      પગ ના કુણા તળિયા ફાટે,
      કંટાળી ને શિર થી સહેવાના,
      ફેંકી ના દેતો ભારા હાં હાં હાં દુર દુર આરા

      કેડ માંથી શું વાંકો વળે,
      પગે તારા ખાલી ચઢે,
      ધમણ હૈયા ની ફાટી પડે,
      આખે આવે અંધારા હાં હાં હાં દુર દુર આરા ..

      સીમા સ્થાને ખોડાઈ જાજે,
      માર્ગ સૂચક બનજે આજે,
      રોમે રોમે જ્યોતિ જાગે,
      આગિયાના ચમકારા હાં હાં હાં દુર દુર આરા

      તારા મૃત્યુ ની સંજીવનધારા,
      સર્જી લેશે જીવન અમારા,
      પાયામાં પુરાઈ હરખે,
      જાજે કળશ ના ચમકારા હાં હાં હાં દુર દુર આરા

      ના સિંચશે કો મારગે તારા,
      હિમાંશુની શિતળ ધારા,
      માથે વરસે ધોમ-ધખારા,
      રેતીના પગથારા,
      ઉની રેતીના પથારા, હાં, હાં, હાં દૂર દૂર આરા.

      ફુલકેબુલબુલ વાટેનામળશે,
      હરણાંકેઝરણાંદ્રષ્ટેના પડશે,
      સોનેરી સમણું એકે ના ફળશે,
      મુક્તિ મારગ ન્યારા, હાંહાં છે
      મુક્તિ મારગ ન્યારા, હાં,હાં, હાં, દૂર દૂર આરા.

      – દર્શક “મનુભાઈ પંચોલી”

Leave a Reply to vijay solanki Cancel reply

Your email address will not be published. Required fields are marked *