હતો હું સૂતો પારણે પુત્ર નાનો – દલપતરામ

હતો હું સૂતો પારણે પુત્ર નાનો
રડું છેક તો રાખતું કોણ છાનો
મને દુખી દેખી દુખી કોણ થાતું
મહા હેતવાળી દયાળી જ મા તું

સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે
પીડા પામું પંડે તજે સ્વાદ તો તે
મને સુખ માટે કટુ કોણ ખાતું
મહા હેતવાળી દયાળી જ મા તું

લઈ છાતી સાથે બચી કોણ લેતું
તજી તાજું ખાજું મને કોણ દેતું
મને કોણ મીઠા મુખે ગીત ગાતું
મહા હેતવાળી દયાળી જ મા તું

પડું કે ખડું તો ખમા આણી વાણી
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી
પછી કોણ પોતાતણું દૂધ પાતું
મહા હેતવાળી દયાળી જ મા તું

-દલપતરામ

7 replies on “હતો હું સૂતો પારણે પુત્ર નાનો – દલપતરામ”

 1. RASIKBHAI says:

  મઘર્સ દે ને દિવસે બહુ સુન્દર કવિતા . આભાર્ એક ગિત શોધિ આપ્શો ?
  > પાથિક તારે વિસામ ના દુર દુર આરા
  હરના કે ઝરના દ્ર્રસ્તે ના પદશે……….
  જવાબ આપો ત્તો સારુ. જય શ્રિ ક્રરિશ્ન.

 2. Arun says:

  Beautiful. Perfect on Mother’s Day….

 3. vijay solanki says:

  આ કવિતા મને ખુબ ગમે છે. હું આ કવિતા બાળકોને ગવારવું છું ને મને ખુબ આનંદ આવે છે. એક માં ના પ્રેમ ના ઝરણાની ઝલક ખુબ સરસ છે.

 4. Kaumudi says:

  પ્રાથમિક અને માધ્યમિક શાળામા આ કવિતા ઘણી વાર ગાએલી – youtube
  ઉપર નાનકડી દિકરીઓ ગાય છે તેનો વિડીઓ અહિ જોઇ શકશો –
  https://www.youtube.com/watch?v=b2pY9vNF4xc

 5. UTTAM YADAV says:

  Unable to read the post when I click the Title. The link opens in new tab but I can’t see the post. I even can’t see the comments, only name of commentor appears.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *