ટહુકાનું ભાષાંતર હોય? – મકરંદ મુસળે

મૌનનો ક્યાંયે મંતર હોય ?
ટહુકાનું ભાષાંતર હોય ?

કક્કો ઘૂંટીને શું થાય ?
પ્રેમનું તે કંઈ ભણતર હોય ?

મહેનતથી મ્હેંકે છે કાય,
પરસેવાનું અત્તર હોય ?

આભ જુઓ ત્યારે સમજાય,
ભીંત વગર પણ છત્તર હોય.

માતા જેવું કોઈ ન ગાય,
હાલરડાનું જંતર હોય ?

– મકરંદ મુસળે

5 replies on “ટહુકાનું ભાષાંતર હોય? – મકરંદ મુસળે”

 1. baarin says:

  સુન્દર અતિ સુન્દર ….

 2. Prashant Patel says:

  વાહ મકરંદભાઇ!
  ટહુકો, પ્રેમ અને હાલરડુ, બધાની ભાષા યુનિવર્સલ છે એ તમે કેટલી સુંદર રીતે પ્રસ્તુત કર્યુ!

 3. Suresh Shah says:

  એક વખત વાંચેલુ યાદ આવ્યુ – મૌન નુ વક્તુત્રવ. મૌનનો ક્યાંયે મંતર હોય ? મૌન ઘણુ કહી જાય છે, જેમ a picture tells thousand words. પણ વાત બહુ સાચી કરી તમે, મકરંદભાઈ. કક્કો ઘૂંટીને શું થાય ? પ્રેમનું તે કંઈ ભણતર હોય ? અત્યાર સુધી ની ટહુકાની રચનાઓનું ભાષાંતર ક્રરવાનુ મન થઈ જાય – ગમતાનો ગુલાલ કરવા. પણ સહેલુ નથી. અનુવાદ કદાચ કરી શક્યો; પરંતુ ભાવાનુવાદ નુ શું?

  – સુરેશ શાહ, સિંગાપોર

 4. Suresh Shah says:

  બિંદુની જોડણી હોય્?

  સુરેશ શાહ, સિંગાપોર

 5. PANKAJ R SONI says:

  PAHELI SHARUAAT CHHE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *