ચાલને રમીએ પળ બે પળ – કૃષ્ણ દવે

સૌપ્રથમ તો – કવિ શ્રી કૃષ્ણ દવેને એમના જન્મદિવસે Happy Birthday.. :)

અને એમની કલમે લખાયેલું આ ગીત – આ ગીત વાંચતા જ કોઇ યાદ આવે.. અને ‘પળ બે પળ’ ને બદલે જાણે આખી જીંદગી આવી મીઠી રમતમાં જ જાય એવી ઇચ્છા પણ થઇ જ જાય ..! :)  

 

મારી પાસે ઢગલો રેતી, તારી પાસે ખોબો જળ,
ચાલને રમીએ પળ બે પળ.

હું રહેવાસી પત્થરનો, ને તારું સરનામું ઝાકળ,
ચાલને રમીએ પળ બે પળ.

થોડી ઉઘડે મારી ઇચ્છા. થોડી ઉઘડે તારી પણ.
હું અહીંથી આકાશ મોકલું. તું પીંછાથી લખ સગપણ.
આજ અચાનક દૂર દૂરથી, આવીને ટહૂકે અંજળ.
ચાલને રમીએ પળ બે પળ.

રમતાં પહેલાં ચાલ તને હું, આપી દઉં થોડી સમજણ.
રમતાં રમતાં ભુલી જવાનું, દેશ વેશ સરનામું પણ.
બુંદબુંદમાં ભળી જવાનું. વહી જવાનું ખળ ખળ ખળ.
ચાલને રમીએ પળ બે પળ.

– કૃષ્ણ દવે

8 thoughts on “ચાલને રમીએ પળ બે પળ – કૃષ્ણ દવે

 1. Amit Trivedi

  Happy Birthday to Krishnabhai.Jayshreeben , thanks for uploading such good geet.You are doing great service for all the Gujaratis.

  Kalpak Gandhi has composed and sung this geet very well. I will request Kalpakbhai to send it to Jayshreeben.

  Vandematram is the another very good creation by Krishna Dave which he had written at the time of Kutchh Earthquake.Please upload it.

  Reply
 2. Pinki

  અને ……… પાર્ટી તો જયશ્રી પાસે જ લેવાની છે પણ…
  કારણ તો એ જ જાણે ??

  Reply
 3. વિવેક ટેલર

  કૃષ્ણ દવેને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ…

  મજાનું ગીત..

  પણ કૃષ્ણ દવેની વર્ષગાંઠને યાદ કરાવતી જયશ્રી પોતાની ખાસ વાત ભૂલી જાય એ કેમ ચાલે? એક આશ્ચર્ય અમે પણ લાવ્યા છીએ, જયશ્રી! થોડી રાહ જો, બસ…

  પિંકીબેન, તમારા કારણને અમે આકાર આપી રહ્યા છીએ… (આજે પ્રગટ થનારી બીજી સરપ્રાઈઝ પૉસ્ટની રાહ જુઓ…!)

  Reply
 4. પંચમ શુક્લ

  કૃષ્ણ દવે ને જન્મદિન મુબારક. જન્માષ્ટમીની નજીક જ!
  કૃષ્ણ દવેના એકાધિક ગીતો મને ગમે છે.

  જયશ્રી, વિવેકભાઈ, પિંકીબેન આ બધું ભેદી શું ચાલી રહ્યું છે ?મગનું નામ મરી તો પાડો!!!

  Reply
 5. pragnaju

  રમતાં પહેલાં ચાલ તને હું, આપી દઉં થોડી સમજણ.
  રમતાં રમતાં ભુલી જવાનું, દેશ વેશ સરનામું પણ.
  બુંદબુંદમાં ભળી જવાનું. વહી જવાનું ખળ ખળ ખળ.
  ચાલને રમીએ પળ બે પળ.
  વાહ
  કૃષ્ણ દવેને જન્મદિનની શુભેચ્છાઓ

  Reply
 6. Rajendra Shah

  સાવ ઓછા શબ્દો માં લાગણીઓ નો દરિયો ઘુઘવી ઉઠે તેવી રચના !

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *