આછી આછી રે મધરાતે – રમેશ પારેખ

સ્વર – સંગીત : અમર ભટ્ટ
આલ્બમ : શબ્દનો સ્વરાભિષેક

આછી આછી રે મધરાતે જીવણ જોયો રે તને,
આછો ઊંઘમાં ઝીલ્યો, આછો જાગમાં ઝીલાયો.
ઝીલાયો ખરબચડા આંસુથી જીવણ રોયો રે તને.

જાળીયે ચડીને અમે ઝૂલણતું   દીઠું કાંઈ
ફળિયે મોંસૂઝણાનું ઝાડ
અમે રે જીવણ બંધે પરબીડિયુંને,
તમે કાગળની માહ્યલું લખાણ.
મારા વેણના અભાવે જીવણ, મોહ્યો રે તને.

ઘાસની સળીએ ભોંય વીંધતી ઉગે રે,
એવું અમને તો ઊગતાં ન આવડ્યું.
ઓછા ઓછા અડધેરી છાતીએ ઊભાર્યા પછી
આપ લાગી પૂગતાં ન આવડ્યું
પછી પાછલી પરોઢે જીવણ ખોયો રે તને.

– રમેશ પારેખ

3 replies on “આછી આછી રે મધરાતે – રમેશ પારેખ”

  1. ખબસ સરસ રચના
    જોકે, અંતરામાં સ્વરાંકન સહેજ નબળું પડતું જણાય છે.

  2. સુન્દર રચના. બોનસમા અદકેરેી શાસ્ત્રેીય બન્દેીશ. વાહ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *