…કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો – ડૉ. વિવેક મનહર ટેલર

આજે ૧૬મી માર્ચ… વ્હાલા કવિ મિત્ર ડૉ. વિવેક મનહર ટેલરનો જન્મદિવસ. – Happy Birthday વિવેક..!! અને સાથે સાંભળીએ આ મઝાનું ગીત…

સ્વર – ભાવિન શાસ્ત્રી, નૂતન સુરતી
સંગીત – મેહુલ સુરતી
આલબ્મ – અડધી રમતથી

ક્યાંથી મેળવશો આ આલબ્મ CD તથા પુસ્તકો – શબ્દો છે શ્વાસ મારા (ગઝલ સંગ્રહ) અને ગરમાળો (કાવ્યસંગ્રહ)?

———————————————

POSTED ON DECEMBER 29, 2008

આજે ૨૯ ડિસેમ્બર.. ગુજરાતી વેબ-જગતમાં સ્વરચિત કાવ્યો-ગઝલોનો સૌપ્રથમ, અન સૌનો માનીતો બ્લોગ – ‘શબ્દો છે શ્વાસ મારા‘ નો ત્રીજો જન્મદિવસ.. ત્રણ વર્ષમાં ૨૦૦થી વધુ ગીત-ગઝલોની સાથે સાથે ઘણું બધું આપ્યું છે વિવેકભાઇએ, અને ખરેખર તો આ હજુ એક શરૂઆત જ કહી શકાય. તો આજે આ ગઝલ-પ્રેમી કવિનું એક મસ્તીભર્યું ગીત એમના જ અવાજમાં સાંભળીને આપણા તરફથી એમને શુભેચ્છાઓ આપીએ.  (અને સાથે આ ફોટો પણ એમના તરફથી જ – એમની Prior Permission વગર.. 🙂 )

Happy Birthday to શબ્દો છે શ્વાસ મારા..!!
Heartly Congratulations to વિવેકભાઇ.. 🙂

(ઉડ્ડયન…                             …નળસરોવર, ૨૭-૦૧-૨૦૦૭)
(બગલો ~ Intermediate Egret ~ Mesophoyx Intermedia)

ઉંમરના કબાટમાં સાચવીને રાખ્યો’તો, કાઢ્યો એ બ્હાર આજે ડગલો,
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.

મ્હેંદી વાવીને તમે ખેતરને રંગી દો,
તો યે બગલાના પગલાનું શું?
નાદાની રોપી’તી વર્ષો તો આજ શાને
સમજણનું ઊગ્યું ભડભાંખળું?

ચાલ્યું ગયું એ પાછું ટીપુંયે આપો તો બદલામાં ચાહે રગ-રગ લો…
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.

અડસટ્ટે  બોલ્યા ને અડસટ્ટે ચાલ્યા
ને અડસટ્ટે ગબડાવી ગાડી,
હમણાં લગી તો બધું ઠીક, મારા ભાઈ !
હવે જાગવાની ખટઘડી આવી.

પાંદડું તો ખર્યું પણ કહેતું ગ્યું મૂળને, હવે સમજી વિચારી આગે પગ લો.
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.

એકધારું સરકતો રસ્તો અચાનક
માઈલોનો પથ્થર થઈ બેઠો,
અટકી જઈને એણે પહેલીવાર જાતને
કહ્યું આજે કે થોડું પાછળ જો.

વીતેલા વર્ષોના સરવાળા માંડું ત્યાં તો આંખ સામે થઈ ગયો ઢગલો.
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.

-ડૉ. વિવેક મનહર ટેલર

19 replies on “…કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો – ડૉ. વિવેક મનહર ટેલર”

  1. Doctor, Poet, Photographer, Reader – Singer , Publisher, Innovative User Information Technology.
    Thanks to the web site, I got opportuity to be familiar with your creative contribution.

  2. “ચાલ્યું ગયું એ પાછું ટીપુંયે આપો તો બદલામાં ચાહે રગ-રગ લો…”

    બે મહિના પહેલા મેં ત્રીસ “પતાવ્યા” એટલે શબ્દો ખુબ સારી રીતે સમજી શક્યો. અને હા, મૂછો તો રાખતો નથી પણ દાઢી કરતા કરતા ત્રણ ચાર બગલાઓ દેખાણા. હવે એમને તો ભગાડી દીધા પણ વારે વારે કોણ જાણે કેમ પાછા ફરતા જ રહે છે. લાગે છે એ લોકો કુટુંબ કબીલો વિકસાવવાના પ્લાન માં છે. આમ તો રોકી શકવાનો નથી પણ જેટલું મોડું કરે એટલું સારું, એવી આશા ખરી.

  3. વાહ વિવેકભાઇ !આ કાવ્યનો ગૂઢાર્થ સમજવો મુશ્કેલ થયો.
    પરઁતુ મજા તો આવી જ ગઇ…..આભાર !

  4. પાંદડું તો ખર્યું પણ કહેતું ગ્યું મૂળને, હવે સમજી વિચારી આગે પગ લો.
    કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.

    એકધારું સરકતો રસ્તો અચાનક
    માઈલોનો પથ્થર થઈ બેઠો,
    અટકી જઈને એણે પહેલીવાર જાતને
    કહ્યું આજે કે થોડું પાછળ જો.

    વીતેલા વર્ષોના સરવાળા માંડું ત્યાં તો આંખ સામે થઈ ગયો ઢગલો.
    કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.

    આત્મમન્થન, જીવનનો લામ્બો પન્થ કાપ્યા પછી અનુભવેલા સારા પ્રસન્ગો ને માણવા ની પળ અને માઠા અનુભવો માટે સ્થીતપ્રગન્યતા.
    અકલ્પીત રચના.

  5. એકધારું સરકતો રસ્તો અચાનક
    માઈલોનો પથ્થર થઈ બેઠો,
    અટકી જઈને એણે પહેલીવાર જાતને
    કહ્યું આજે કે થોડું પાછળ જો.

    વીતેલા વર્ષોના સરવાળા માંડું ત્યાં તો આંખ સામે થઈ ગયો ઢગલો.
    કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો….

    ખુબ સરસ સાચી વાત !!

  6. અડસટ્ટે બોલ્યા ને અડસટ્ટે ચાલ્યા
    ને અડસટ્ટે ગબડાવી ગાડી,
    હમણાં લગી તો બધું ઠીક, મારા ભાઈ !
    હવે જાગવાની ખટઘડી આવી.

    વાહ વાહ શુ શબ્દો છે…ને વળી વિવેક ભાઈનો સ્વર… એજ આપણો સ્વાસ .

    અભિનંદન વિવેકભાઈને અને શબ્દો છે શ્વાસ મારા બ્લોગને .
    વિષયોનુ વૈવ્યિધ્ય આપતા રહી ને અમારા સ્વાસ ધબક્તા રાખશો એ આશા સહ નમસ્કાર.

  7. અભિન્ંદન. સુંદર રજુઆત. મનને સ્પર્શી ગયુ.

  8. આપના શબ્દો છે શ્વાસ મારા બ્લોગને ત્રીજા જન્મદિવસે અભિનંદન !
    ડગલાનુઁ પ્રતિક પ્રયોજી સુંદર વાત કહી.
    ગીત ખૂબ જ સુંદર થયું છે.
    http://www.aasvad.wordpress.com

  9. મને વિવેકભાઈ ની કવિતાઓ બહુ ગમે છે. એમના વિષયો મા સારુ વૈવ્યિધ્ય હો છે અને બધા કવિતાલક્ષિ વિષયો રદય શપ્ર્શિ હોય છે. લગે રહો વિવેકભાઇ.

  10. વિવેકભાઈને પોતાના બ્લોગના ત્રણ વર્ષ સફળતાપૂર્વક પૂરા કરવા બદલ હાર્દિક અભિનંદન અને ભવિષ્ય માટેની અઢળક શુભકામનાઓ!
    ગીત પણ સરસ છે, મજા આવી.
    સુધીર પટેલ.

Leave a Reply to વિવેક ટેલર Cancel reply

Your email address will not be published. Required fields are marked *