ગઝલ – કિરીટ ગોસ્વામી

મન, તને ક્યાં જાણ છે?
ખોખલા ખેંચાણ છે

લોક પરમેશ્વર ગણે,
હું કહું છું ઃ પ્હાણ છે.

છીછરાં તું ના સમજ, 
આંસુમાં ઊંડાણ છે.

ઠેસ તો વાગી મને;
કો’ક લોહીઝાણ છે.

તું ખસી ગઇ એકાએક;
ચિત્ર મુજ નિષ્પ્રાણ છે.

5 replies on “ગઝલ – કિરીટ ગોસ્વામી”

  1. છીછરાં તું ના સમજ,
    આંસુમાં ઊંડાણ છે.

    ખુબ સુંદર..

  2. લોક પરમેશ્વર ગણે,
    હું કહું છું પ્હાણ છે.

    એકે ગીત યાદ આવી ગયું…

    પથ્થર નો ઘડિ ને બેસાડ્યો, ફૂલ ને વાઘા પહેરાવ્યા
    માનવ ની મુઝવણ સમઝે ના એવો પ્રભુ બનાવ્યો શા માટે!

  3. છીછરાં તું ના સમજ,
    આંસુમાં ઊંડાણ છે.
    ઠેસ તો વાગી મને;
    કો’ક લોહીઝાણ છે.
    ગુઢ વાત-થોડા સરળ શબ્દોમા
    સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *