ચોમાસું ક્યાંક આસપાસ છે – તુષાર શુક્લ

આજનું આ મારું તો અતિપ્રિય ગીત ખરું જ – અને આ ગીત વિષે થોડી વાત વિવેક ટેલરના શબ્દોમાં …

‘હસ્તાક્ષર’ના છ ભાગમાંથી કયું ગીત મને સૌથી વધુ સ્પર્શી ગયું છે એમ કોઈ પૂછે તો નિમિષમાત્રનો વિલંબ કર્યા વિના હું આ ગીત પર આંગળી મૂકું. કવિતાની દૃષ્ટિએ ઉત્તમ ગીત, સ્વરબદ્ધતાની નજરે શ્રેષ્ઠ અને ગાયકી જુઓ તો એ પણ બેમિસાલ… હસ્તાક્ષરની MP3 ગાડીમાં વાગતી હોય ત્યારે આ ગીત જેટલીવાર રસ્તામાં આવે, છ-સાતવાર એકધારું સાંભળું નહીં ત્યાં સુધી ચેન પડતું નથી….

સ્વર : આરતી મુન્શી
સંગીત :નયનેશ જાની
આલ્બ્મ : હસ્તાક્ષર

આંખોમા બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.

કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી;
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી.
વરસાદી વારતાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
આંખોમા બેઠેલા…

કોરપની વેદના તો કેમે સહેવાય નહીં રૂંવે રૂંવેથી મને વાગે;
પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે.
નસનસ આ ફાટીને વહેવા ચહે છે, આ તે કેવો આષાઢી ઉલ્લાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
આંખોમા બેઠેલા…

76 replies on “ચોમાસું ક્યાંક આસપાસ છે – તુષાર શુક્લ”

  1. હુ ગુજરાતી નથી. પણ મને આ ગાયન ખુબજ ગમે છે.

  2. હ્રદય ને મસ્તિભર્યુ બનાવતુ સુન્દર મજાનેી ગઝલ અને દિલ ન આનન્દ મય કરેી દે તેવુ

  3. વરસાદી વારતાઓ વાઁચીવાચીને હવે ભીઁજાવુઁ એ તો આભાસ છે….ખુબ સરસ…રચના..

  4. એક અદ્ભુત ગિત . આ અને આવા ગના ગિતો નયનેશભઈ ના મુખે થિ વહેતા થાય, એનિ મજા અમે લિધિ ચે. I agree with you Purnesh…. The composition is equally important..In fact I am big big fan of Nayneshbhai and his compositions… Fan of Tushar bhai and Aartiben too… such great combo of all three… very touching

  5. ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે
    વાહ…

  6. Have to maru chomasu 12 maas hoy che, karanke te aaspaas che.
    Thanks a lot Jayshreeben,
    Aapne hu khara hrday thi vandan karu chu.

  7. this song has been listned from our music teacher,is really heart touching that takes one into his own fantacy. I like Arati’s voice. Its really a pleasurable experience to enjoy this song.

  8. Aarttji tamaro aavaj khubaj saras che.ane avaj ni sathe music pan khubaj sundar che.ane geet jene pan compose karelu che teni to vat j kaik aalag che………..

  9. લોવેલ્ય સોન્ગ્સ્,,,,,,જને કે મરાજ દિલ થિ ઉત્રેલુ…….ઃ)

  10. વાહ tusharbhai….kharekhar koi aa dhodhmar varsaad ma andar bethu bethu radtu hoy m lage……..

  11. અદભુત તુશારભાઈ….!! આમા તો તમે કમાલ કરિ દિધિ..અને આર્તિબેન સાક્શાત મા સરસ્વતિ બિરાજે ચ્હે આપ્ના અવાજ મા..
    thanks jayshreeben & amitbhai..u both r doin fabulous work..

  12. બહાર ધીમો-ધીમો વરસાદ વરસી રહ્યો છે ને હું આ ગીત સાંભળુ છું….
    તમારો ખુબ ખુબ આભાર જયશ્રીબેન…અને હા તુષારભાઈ..અને સુર-સ્વરની જોડી એવા શ્યામલ-સૌમિલ મુન્શીનો પણ…
    સનેડાને જ ગુજરાતી સંગીત સમજતી આજની ઈન્ટરનેટપ્રેમી યુવાપેઢીને સાચુ ગુજરાતી સંગીત વિશે ભાન કરાવવાનો પ્રયાસ અવિરતપણે ચાલુ રાખશો..જયશ્રીબેન I dont have any other words…. I can say mind blowing song…
    It reminds me beautiful memories of my loved one….

  13. This is the song which I loved………..Really every words of this song is feels like came from the heart…..and what nice voice Arti has……. amazing………Awesome ……..

  14. its really a fantastic song……i miss my school days when aarti mam used to sing this song…..really missing C.N.Vidhyalaya’s prarthna mandir……

  15. ચોમાસું ક્યાંક આસપાસ છે – તુષાર શુક્લ — મારા પ્રિય ગુજરાતી શાયર છે
    આ મારું તો અતિપ્રિય ગીત ખરું જ – અને આ ગીત વિષે થોડી વાત કરૂ તો અંજારમાં ૨૦જુન ના રોજ “નગરઉત્ત્સવ” યોજાઈ ગયો.. held for Nagar youth Telent hunt- I stood 1st in હળવુ કંઠ્ય સંગીત,

    એક એક શબ્દો જાણે હ્ર્દય સોસરવા ઉત્તરી જાય છે.. હાથની કોરી કુવારી હથેળી હોય કે કોરપની વેદના.. કે પછી વરસાદી વાંચીને ભીજાવાનો આભાસ હોય્….
    દરેક શબ્દો સાથે હુ મારિ જાતને આ રચનામાં સાંકળી શકુ છુ…

    અને એમાય આરતીબેન નો અવાજ્! સોનામાં સુગંધ ભળી….

    આભાર્, આ ગઝલને અહિ મુકવા બદલ્… એમાય વળી ફેસ્બુક્ની ડાય્રેક્ટ લીક મુકિ હોવાથી તહુકો . કોમ વાપરવાન ઔર મજા આવે છે!!

    Kunjal D Little Angel

  16. ગીત સાંભળીવ ત્યારે આરતી મુન્શી પણ આસપાસ હશે એવું લાગે
    thank u very much arti munsi u have beautiful voice
    god bless u

  17. આંખોમા બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
    ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.

    thats really too good..

  18. I dont have any other words…. I can say mind blowing song…
    It reminds me beautiful memories of my loved one….

  19. Actuaaly composer’s name should be given above .
    I am not seeing my father’s name anywhere.
    I am surprised that why its not added above.
    that is really strange.

  20. બસ મારિ પત્નિ જે મરિ પ્રેમિક પાન ચે,યાદ અવિ ગૈએ
    oweesome,fentastic pls.
    some more from tushar shukla.

  21. I was searching this Gujarati gazal last two-three years on net….i like this song..once i heard it on Zee-Gujaratis one program….i love this song…..its producing some diffrent type of love energy in my body and mind….when i listen this song my whole day becoming very very good and lovely…
    Thamks for this song…

  22. its excellent…. this song remember me my chilhood… and yes ofcource india….
    thank you jayshreeben u r doing very well job…..keep it up…thank u also tusharbhai to written this nice song….

  23. બહાર ધીમો-ધીમો વરસાદ વરસી રહ્યો છે ને હું આ ગીત સાંભળુ છું….
    તમારો ખુબ ખુબ આભાર જયશ્રીબેન…અને હા તુષારભાઈ..અને સુર-સ્વરની જોડી એવા શ્યામલ-સૌમિલ મુન્શીનો પણ…
    સનેડાને જ ગુજરાતી સંગીત સમજતી આજની ઈન્ટરનેટપ્રેમી યુવાપેઢીને સાચુ ગુજરાતી સંગીત વિશે ભાન કરાવવાનો પ્રયાસ અવિરતપણે ચાલુ રાખશો..જયશ્રીબેન..

  24. really its tooo gud.Its my favourite song..Avi 40.2 degree na taapman ma varsad ni thandak no anubhav thai che….its really good
    thanks

  25. જયશ્રી બેન આજે મેં ગઝલ લખવાનો પ્રયત્ન કર્યો છે ……
    મને ખબર નથી કે એ સાચી છે કે ખોટી છે…….
    દિલ ને થયુ કે આજે કૈક લખવુ છે….. તો લખાયી ગયું….

    ફકત તારી યાદ પૂરતી છે જીવવા માટે,
    સમય ક્યાં છે તને ફરિયાદ કરવા માટે.

    ને હોય જો વાદળી તો તુ વરસ આજે,
    ઝાંઝવામાં કશું રહ્યું નથી હવે પીવા માટે.

    મન થાય ત્યારે બે ધડક આવતી રહેજે,
    દિલ મારું ખાલી જ છે તારે રહેવા માટે.

    મંજિલ મહોબ્બતની આસાન નથી હોતી,
    મરજીવા બનવું પડે એને પામવા માટે.

    અરે વ્યર્થ ના શોધો એને તમે આભાસમાં,
    આ પ્રેમ છે ને યુગો જશે એને ખાળવા માટે.

    શુ મજલા,ને શુ મક્તા,શુ રદિફ ને શુ કાફિયા,
    લખાયી ગયું કૈક હરેશથી ગઝલને જાણવા માટે.

    — હરેશ પ્રજાપતિ …

  26. ભરત કવિ ની એક મસ્ત રચના……

    “બે પળ હશે ………”

    લાગણીની તો કોઇ કૂંપળ હશે,
    ને ઝંખનાઓનાં જ શું મ્રુગજળ હશે.
    રાત રોવે છે પિયુ ને પામવા,
    ને સવારે એટલે ઝાકળ હશે.
    ને વાવેતર કર્યુ એક શ્રધ્ધા તણું,
    ને કણસલે આજ બેઠા ફળ હશે.
    કે શક્યતાઓ નો અમલ પીધા પછી,
    ઍ ચરણમાં તો અનેરુ બળ હશે.
    કાગ બોલે રોજ મોભારે જુઓ,
    વાટ જોતી આંખતો વિહવળ હશે.
    શબ્દના તોફાનને કંડારવા,
    જે થયા ઍ કલમ કાગળ હશે.
    એક વાગે ઠેસ બસ મોટી અને,
    જીંદગી બસ આંખો ની બે પળ હશે.

  27. આ ગીત વિશેનો મારો અભિપ્રાય તો જયશ્રીએ પ્રસ્તાવનામાં જ કહી દીધો છે છતાં આ ગીત જેટલી વધુ વાર સાંભળતો રહું છું હું એના વધુ ને વધુ પ્રેમમાં પડતો રહું છું. આ ગીત છે કે મારા જીવનસાથી અને અમારી સમ-ભાગી તરસની છબિ??

  28. ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે
    વાહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *