હું તો કાગળિયાં લખી લખી થાકી

સ્વર : દિવાળીબેન ભીલ અને કોરસ
સંગીત : દિલીપ ધોળકિયા

This text will be replaced

હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી

આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા
મારા કાળજડાં ઠરી ઠરી જાય રે
પાતળીયા તારા મનમાં નથી

હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી

આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા
મારા પાવનિયાં બળી બળી જાય રે
છોગાળા તારા મનમાં નથી

હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી

આવા ચોમાસાનાં ચાર ચાર મહિના આવ્યા
મારી ચૂંદલડી ભીંજાઇ ભીંજાઇ જાય રે

કાનુડા તારા મનમાં નથી
હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી

20 thoughts on “હું તો કાગળિયાં લખી લખી થાકી

  1. વિવેક ટેલર

    દિવાળીબેન ભીલનો અવાજ વર્ષો સુધી ગુજરાતી લોકગીતો અને સુગમ સંગીતનો પર્યાય બની રહ્યો હતો…

    Reply
  2. Pinki

    આજની નવી પેઢીને કદાચ આ નામ નવું લાગે પરંતુ આપણાં
    લોકગીતો આ કંઠે જ સચવાઈ રહેલા.. અને હાજી રમકડુંનો સાથ જો તેમના કંઠને હોય પછી તો બરાબર રમઝટ જામે……

    Reply
  3. pragnaju

    ખૂબ જાણીતું ગીત દિવાળીબેન ભીલના મધુર સ્વરમા ધણું ગમ્યુ

    Reply
  4. jignesh bhatt

    થેન્ક્સ ટુ ટહુકૉ ડૉટ કૉમ ગુજરાતિ સાહિત્ય ની લહાણી કરાવ્યા બદલ પણ ગુજરાતિ નાટ્ય સંગિત હજી બાકી ચે. અને ઘણા ગિત સાભળી નથિ શકાતા કઈક કરૉ

    Reply
  5. Amit Patel

    દિવાળીબેનને છેલ્લે ૧૫ વર્ષ પહેલા ટીવી માં જોયા અને સાંભળ્યા હતા. સાંભળીને મજા પડી ગઈ.

    Reply
  6. jatin shah

    હુ કશુજ કહિ શક્તો નથિ.ખુબજ અદભુત લોક્ગેત ચે.

    Reply
  7. Trupti shah

    Hello
    My mom really loves this webstite
    Do u guys sell DVDs and/or CDs
    Where can I buy then
    Email as soon as possible

    Reply
  8. Jayshree Post author

    Hello Trupti,

    We, at tahuko.com – don’t sell any gujarati music CDs ro DVDs. All we do is promoting the Gujarati Music.  From this section of tahuko : http://tahuko.com/music/ – you can get details of some of the CDs which are available in USA.

    Let me know if you are intested in knowing more about the places from where you can get Gujarati Music CDs.

    Thank you,

    Jayshree

    Reply
  9. kundan vasava

    respected sir,
    diwalibenbhilna bhajno ne pan thuko.com par muko
    sambhdi ne gujarat ni asmita ane garv banne thai che

    Reply
  10. dushyant

    I am looking for song from Diwaliben Bhil since years I am sure you will help me to get above song. I donot remeber if any other singer with her. I love all Gujarati songs specially from Prafulbhai, Hemu Gadhvi, Diwaliben, Purshottam bhai Upadhyay and many to many endless

    my request is

    madhrate Dariyo dole …. I think she was singing about VERAVAL NO DARIYO

    some words like that. it was about waves of sea.this I donot what call is it song, Dayro or lokgeet any how what ever is…
    since I find tahuko.com I always give more time to listen all song

    Reply
  11. RAJESH TANNA

    આવા સુન્દ્દર ગઇતો સાચવિ ને શોધિ ને વેબ ઉપર મુકિને તમે ખુબ જ સરસ સેવા કરિ.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>