વરસાદમાં – ઉર્વીશ વસાવડા

એ રીતે આવીને મળ વરસાદમાં
છોડ છત્રી, ને પલળ વરસાદમાં

આપણું શૈશવ મળે પાછું ફરી
હોય એવી બે’ક પળ વરસાદમાં

તાપથી તપતી ધરાના દેહ પર
લેપ લપાતો શીતળ વરસાદમાં

મોર, ચાતક, વૃક્ષની સંગાથમાં
નાચતી સૃષ્ટિ સકળ વરસાદમાં

વ્હાલ ઈશ્વરનું વરસતું આભથી
તું કહે વરસે છે જળ વરસાદમાં

– ઉર્વીશ વસાવડા

5 replies on “વરસાદમાં – ઉર્વીશ વસાવડા”

 1. want to write to urvish,
  can i have his email address?
  naishadh

 2. વ્હાલ ઇશ્વર્ નુ -સુન્દર કલ્પ્ના

 3. Prashant Patel says:

  મક્તા થી મતલા સુધિ…વાહ!!!

 4. આપણું શૈશવ મળે પાછું ફરી
  હોય એવી બે’ક પળ વરસાદમાં
  અને ,
  વ્હાલ ઈશ્વરનું વરસતું આભથી
  તું કહે વરસે છે જળ વરસાદમાં

  ઍટલી સુન્દ પંક્તી કે સાભળતા જ પલળી જવાય

  આવી રચના આપવા માટૅ વસાવડા નૅ ખુબ ધન્યવાદ્.

 5. Prahalad Jani says:

  Gami jaay evu…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *