નાનું સરખું ગોકુળિયું – નરસિંહ મહેતા

સ્વર – ઉદય મઝુમદાર
સંગીત દિગ્દર્શક – કૌમુદી મુનશી
આસ્વાદ – હરીન્દ્ર દવે
આલ્બમ – નરસૈયો ભક્ત હરિનો (પરીખ પરિવાર અધિકૃત)

સ્વર – કરસન સગઠિયા

નાનું સરખું ગોકુળિયું, મારે વ્હાલે વૈકુંઠ કીધું રે,
ભક્તજનોને લાડ લડાવી, ગોપીઓને સુખ દીધું રે. – નાનું. ૧

ખટદર્શને ખોળ્યો ન લાધે, મુનિજનને ધ્યાન ના’વે રે
છાશ વલોવે નંદ ઘેર વ્હાલો વૃંદાવન ધેનુ ચરાવે રે.- નાનું. ૨

વણકીધે વહાલો વાતાં કરે,પૂરણ બ્રહ્મ અવિનાશી રે,
માખણ કાજ મહિયારી આગળ ઊભો વદન વિકારી રે. – નાનું. ૩

બ્રહ્માદિક જેનો પાર ન પામે, શંકર કરે ખવાસી રે,
નરસૈંયાનો સ્વામી ભક્ત તણે વશ, મુક્તિ સરીખી દાસી રે. – નાનું. ૪

– નરસિંહ મહેતા

(શબ્દો :  http://gu.wikisource.org)

2 replies on “નાનું સરખું ગોકુળિયું – નરસિંહ મહેતા”

  1. ઘણી ખમ્મા તમને , બાપલીયા ! વર્ષો વીતી ગયા , આ મારા વાલાનું
    મન ગમતું પ્રભાત્યું હામ્ભલ્યું . ભારી મઝા આવી . આવું કાઠીયાવાડી ક્યારેક
    હમ્ભલાવતા રેજો , બાપલા !! રામ રામ .

Leave a Reply to natu nagla Cancel reply

Your email address will not be published. Required fields are marked *