મારા સપના માં આવ્યા હરી – રમેશ પારેખ

સ્વર / સંગીત – શૌનક પંડ્યા

સ્વર: ગાર્ગી વોરા
આલ્બમ: સંગત

.

મારા સપના માં આવ્યા હરી
મને બોલાવી, ઝુલાવી, વહાલી કરી,

સામે મરકત મરકત ઊભા
મારા મનની દ્વારિકાના સુબા,

આંધણ મેલ્યા’તા કરવા કંસાર
એમાં ઓરી દીધો મેં સંસાર
હરી બોલ્યા : અરે બ્હાવરી …!

– રમેશ પારેખ

7 replies on “મારા સપના માં આવ્યા હરી – રમેશ પારેખ”

  1. ખુબ જ સરસ !!!
    શૌનકભાઇ પાસે હું પણ જરાતરા શીખ્યો છુ.
    એમનું ” આ દિવસ ઢળ્યો ને સાંજ પડી ને રાત થઈ સુમસામ ” સાંભળવા મળે તો મઝા પડી જાય.

  2. આંધણ મેલ્યા’તા કરવા કંસાર
    એમાં ઓરી દીધો મેં સંસાર
    હરી બોલ્યા : અરે બ્હાવરી …!

    ખુબ સરસ અદભુત

    કોઈ શબ્દ જ નથી મલતા

    ખુબ આભાર

  3. રમેશ પારેખ નો મિજાજ કેટલો સુંદર છે…
    “મારા સપના માં આવ્યા હરી”…. એટલે, આહ્લાદ નો અનુભવ. પછી,
    “મને બોલાવી, ઝુલાવી, વહાલી કરી” થી થતો ભરપુર રોમાંચ, જે હરીએ આંસુ લુછી પુરવાર કર્યો.
    અને આખરે, “હરી બોલ્યા : અરે બ્હાવરી …!” એ હરીના પ્રમનુ પરીણામ!

    કવિનો મિજાજ સમઝવામાં મેં ભુલ કરી, કે પછી શૌનક પંડ્યા ને કાવ્ય માં દર્દનો વધારે અનુભવ થયો?

Leave a Reply to Prashant Patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *