ઐસી તૈસી – અશરફ ડબાવાલા

આપ સૌને ૨૦૧૪ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..! અને નવુ વર્ષ આવવાનું હોય એટલે ગયા વર્ષના સરવૈયાની વાતો થયા વગર તો ક્યાંથી રહે? પણ એ જ સંદર્ભમાં અશરફભાઇની આ ગઝલનો મત્લા ચોક્કસ યાદ આવે..!!

સ્વર – શાન
સ્વરાંકન – ગૌરાંગ વ્યાસ

સરવૈયાની ઐસી તૈસી, સરવાળાની ઐસી તૈસી,
જીવની સાથે જીવી લીધું ધબકારાની ઐસી તૈસી.

જીવનના અંતે ઈશ્વર કે જન્નત જેવું હો કે ના હો,
બસ સ્વયંવર જીતી લીધો, વરમાળાની ઐસી તૈસી.

શ્વાસોથી ભીંજાઈ ચાલો ડૂબીએ ભીના સપનામાં,
હોડી લઈને ભવસાગરમાં તરનારાની ઐસી તૈસી.

ઊંડે મનમાં ઉતરી તારું રૂપ નિરખશું બંધ આંખોથી,
પગદંડીઓ, રસ્તાઓ ને અજવાળાની ઐસી તૈસી.

– અશરફ ડબાવાલા

7 replies on “ઐસી તૈસી – અશરફ ડબાવાલા”

  1. કવિ અને તબીબ ડો.અશરફ ડબાવાલા ની આ રચના મને ખુબ ગમી.
    અર્જુન ની જેમ તેને નીસ્બત છે ફક્ત લક્ષ સીધ્ધ કરવાની તાલાવેલી સાથે,સાધનો કરતા સાધ્ય ઉપર ધ્યાન રાખી
    અલખ ની આરાધનામાં કરવામાં લીન એવો તેનો ફક્કડ મીજાજ, ફાલતુ વાતો ને નઝર અંદાઝ કરી જે પામવું છે તેને મેળવી તૃપ્તિનો ઓડકાર ખાઈ લેવા માગે છે.

  2. સુહ્કિ અને સમ્રુથ્હ હપ્પ્ય નવુ વર્શ્, આભર્

  3. દરેક વાતની ઐસી કી તૈસી એ ગમેતે પરિણામ આવે , તેનો હિંમ્મતથી સામનો કરવાની તૈયારી છે એવા અર્થમાં લેવું એ વર્ષની સારા સંકલ્પ સાથેની સારી શરુઆત ચોક્કસ ગણાય,પરંતુ “ગમતા” પરિણામ માટે તો વ્યવસ્થિત આયોજન સાથે તકેદારી રાખવી પડે!પરંતુ… અહીં અલગ અર્થમાં ” ઐસી તૈસી” શબ્દ વપરાયો છે,પરિણામ મન વાંછીત મળ્યા પછી પરિશ્રમની ઐસી તૈસી!! વાહ આ અભિગમ મારા મિજાજ ને બિલકુલ રાસ આવે એવો છે!!

  4. કવિશ્રી અશરફ ડબાવાલાની સશક્ત અભિવ્યક્તિ….સુંદર રદિફ બદલ ખાસ અલગથી અભિનંદન..
    સાથે-સાથે,
    ટીમ ટહુકો અને ટહુકોનાં સહુ કદરદાન ભાવક મિત્રોને ઈશુનાં નૂતન વર્ષ ૨૦૧૪ની હાર્દિક શુભકામનાઓ
    ગઝલપૂર્વક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *