Happy 8th Birthday to શબ્દો છે શ્વાસ મારા

આજે ૨૯મી ડિસેમ્બર – ગુજરાતીભાષાના સ્વરચિત કાવ્યોના સૌપ્રથમ બ્લોગ ‘શબ્દો છે શ્વાસ મારા’નો જન્મદિવસ..!! આજના દિવસે મિત્ર વિવેક ટેલરને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ આ મઝાનું ગીત..!

અને હા, અમદાવાદના મિત્રોને તો લ્હાવો મળશે એક રસપ્રદ વિષય સાથે વિવેકને સાંભળવાનો..!

*

અંદર ક્યાંક ધરબીને રાખેલું ગીત જેમ નીકળી પડે રે વાતવાતમાં,
એમ વાદળો અથડાય છે આકાશમાં,
ચાલ, નીકળી પડીએ આ વરસાદમાં…

ઓગળતી ઓગળતી ઓગળતી જાય જાત
અંદર-બાહર બધ્ધું જ તરબોળ;
ભીતરના ચમકારે ભીંજાતી પળપળને
પ્રોવી, પ્રોવામાં થાઉં ઓળઘોળ
સાત સાત રંગ પડે ઝાંખા એમ આભમાં તેજ થઈ ઝળહળીએ, વા’લમા !
ચાલ, નીકળી પડીએ આ વરસાદમાં…

હોવાની હોડીને તરતી મેલીને
ચાલ, વહી નીકળીએ ગઈકાલમાં;
વ્યસ્તતા ઓઢીને જ્યાં કોરું રહેવાનું નહીં,
ભીંજાવું કેવળ સંગાથમાં
ફંટાતા માર્ગ પાણી-પાણી થઈ જાય એમ વરસીએ હાથ લઈ હાથમાં.
ચાલ, નીકળી પડીએ આ વરસાદમાં…

– વિવેક મનહર ટેલર
(૦૬-૦૭-૨૦૧૦)

*

8 replies on “Happy 8th Birthday to શબ્દો છે શ્વાસ મારા”

  1. જન્મદિનની અનેક શુભેચ્છાઓ, લયસ્તરો. અભિનન્દન વિવકભાઈ. આમ જ ઝળહળતા રહો.

  2. “Happy 8th Birthday to શબ્દો છે શ્વાસ મારા” હેપ્પીયેસ્ટ બર્થ ડૅ અને Happy 8th Birthday નો અર્થ નો મેળ બેસાડવો એ માટે ” શબ્દો છે શ્વાસ મારા” ના સર્જનકર્તા અને પાલન હારા માટે ઉાલાસ ઓઝા ના શબ્દો વધુ યોગ્ય છે,”શબ્દોના રાજાને શુભ-કામના.”

  3. વાહ શુ અદ્ભુત રચના…તમે તો આ ભર શિયળાની ઠુઠવી નખતી ઠન્ડીમા ભીન્જવી ગયા..
    વિવેક્ભઈ ને ખુબ ખુબ અભિનન્દન્…

  4. HARIAUMMM ; N NAMASKAR ; heartiest congratulations , great a chivment , vivekbhai , regreat that could not peronaly to meet SURAT 4 this ,BUt be sure that we r with u , I mean only readers ;lovers ; so carry on ,till u can ; with prem n om :

Leave a Reply to Hemant Jani London UK Cancel reply

Your email address will not be published. Required fields are marked *