અમારા બધાં સુખ તમોને મુબારક – કમલેશ સોનાવાલા

સ્વર : ભુપિન્દર
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
આલ્બમ : સંમોહન

.

સંધ્યાના નભમાં છે લાલી શરાબી,
પણ ઇશ્ક છે, ફરેબી ને આલમ ખરાબી.

અમારા બધાં સુખ તમોને મુબારક,
મહેલોની મહેફિલ તમોને મુબારક;
તનહાઈયાંમાં યાદી તમારી,
અમારા બધા સુખ તમોને મુબારક.

પ્રેમ તણી કશ્તી મેં દિલમાં હિલોળી,
મૌનનાં ખડક થઈ તમે રે ડૂબાડી;
સાગરના મોતી તમોને મુબારક,
તનહાઈયાંમાં યાદી તમારી,
અમારા બધા સુખ તમોને મુબારક.

કરું હાથ ઊંચા ના બંદગી સમજશો,
બતાવી રહ્યાં ત્યાં વફાની તબાહી;
ખુદાની ખુદાઈ તમોને મુબારક,
તનહાઈયાંમાં યાદી તમારી,
અમારા બધા સુખ તમોને મુબારક.

કમલ તણી યાદોનાં ભ્રમર કદી બનશો,
પંકમાં ખીલ્યાં’તાં ને પંકમાં બીડાયાં;
બહારોની બરકત તમોને મુબારક,
તનહાઈયાંમાં યાદી તમારી,
અમારા બધા સુખ તમોને મુબારક.

2 replies on “અમારા બધાં સુખ તમોને મુબારક – કમલેશ સોનાવાલા”

  1. પ્રેમ તણી કશ્તી મેં દિલમાં હિલોળી,
    મૌનનાં ખડક થઈ તમે રે ડૂબાડી;
    સાગરના મોતી તમોને મુબારક,
    વાહ્
    ઇક ડૂબતે નફસ કો બચાના મુહાલ હૈ।
    ઐસી હવા ચલી કિ મિરે જખ્મ છિલ ગએ
    ઔર ટીસ વો ઉઠી
    કરું હાથ ઊંચા ના બંદગી સમજશો,
    બતાવી રહ્યાં ત્યાં વફાની તબાહી;
    ખુદાની ખુદાઈ તમોને મુબારક,
    શુભાન અલાહ
    યહ મૌજે નફસ કયા હૈ એક તલવાર હૈ
    રાઝે દરુને હયાત,બેદારીએ કાયનાત.

Leave a Reply to nilesh pandya Cancel reply

Your email address will not be published. Required fields are marked *