કોઇ અડધી લખેલી ગઝલમાં હતું – ડો.મહેશ રાવલ

ડૉ. મહેશ રાવલની ગઝલો આપણે એમના બ્લોગ પર તો માણીએ જ છીએ કાયમ, અને હવે તો એમની ગઝલો એમના જ અવાજમાં – તરન્નુમ સાથે સાંભળવા મળે છે.

તો આજે અહીં એમના સ્વર-શબ્દની મજા લઇએ..

 

કોઇ અડધી લખેલી ગઝલમાં હતું
કોણ માની શકે જલ, કમલમાં હતું !
 
શું હતું, ક્યાં ગયું, પ્રશ્ન એ ક્યાં હતો ?
જે હતું તે બધું, દરઅસલમાં હતું !
 
શબ્દ પાસે વિકલ્પો હતાં અર્થનાં
સત્ય કડવું ભલે,પણ અમલમાં હતું !
 
કોણ કે’છે મુકદર બદલતું નથી ?
આજ એ પણ અહીં,દલબદલમાં હતું !
 
છેક છેલ્લે સુધી અવતરણ ચિહ્નમાં
ને હવે, આંસુઓની શકલમાં હતું !
 
ફેર શું હોય છે, રૂપ નેં ધૂપમાં ?
બેઉ, અડધે સુધી હર મજલમાં હતું !
 
-ડો.મહેશ રાવલ

——————-

અને હા, ડૉ. મહેશ રાવલ સાથે એક સાંજ નો લ્હાવો લેવો છે? its just a click away.. 🙂

 

12 replies on “કોઇ અડધી લખેલી ગઝલમાં હતું – ડો.મહેશ રાવલ”

  1. બહુ જ સરસ ગઝલ. બધાં જ શેર અદભૂત! ખાસ આ શેર વધારે ગમ્યા…

    શું હતું, ક્યાં ગયું, પ્રશ્ન એ ક્યાં હતો ?
    જે હતું તે બધું, દરઅસલમાં હતું !

    છેક છેલ્લે સુધી અવતરણ ચિહ્નમાં
    ને હવે, આંસુઓની શકલમાં હતું !…

  2. શું હતું, ક્યાં ગયું, પ્રશ્ન એ ક્યાં હતો ?
    જે હતું તે બધું, દરઅસલમાં હતું !
    બહુજ સરસ.

  3. છેક છેલ્લે સુધી અવતરણ ચિહ્નમાં
    ને હવે, આંસુઓની શકલમાં હતું !

    આ શેર ખૂબ ગમ્યો.

  4. ગઝલકારની સાંજના સાક્ષી બનવાનું નસીબ મને સાંપડેલું. સરસ મઝાનો કાર્યક્મ હતો.

  5. ગઝલ સરસ છે કે કવિનો અવાજ એ નક્કી કરવું દોહ્યલું બની રહે ત્યારે આંખ બંધ કરી કાન ખુલ્લા કરી દેવા…

    અદભુત…!!

  6. બહુ જ સરસ ગઝલ. બધાં જ શેર અદભૂત!
    અભિનંદન, મહેશભાઈને!
    સુધીર પટેલ.

Leave a Reply to sunil shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *