કોઈ ન જાણે! – રમેશ પારેખ

નવેમ્બરની ૩૦ તારીખે ભવન્સમાં ‘સ્વરકાર શ્રી દક્ષેશ ધ્રુવના ગીતો’ નો કાર્યક્રમ થયો – એનું ઇન્ટરનેટ પર ‘live streaming’ – એટલે કે ‘સીધું પ્રસારણ’ થયું હતું .
અને એ જ કાર્યક્રમમાં પ્રસ્તુત થયેલ એક આજે તમારા માટે અહિં… શબ્દો અને સ્વરાંકન સાથે…!! ૨૬મી નવેમ્બર સ્વરકાર શ્રી દક્ષેશભાઇનો જન્મદિવસ – અને ૨૭મી નવેમ્બર કવિ શ્રી રમેશ પારેખનો..!! એટલે એ બહાને પણ ટહુકો પર એમને યાદ કરી એમને શ્રધ્ધાંજલી આપીએ..!!

*****

સ્વર – સમૂહગાન
સ્વરાંકન – દક્ષેશ ધ્રુવ

(Picture from : http://theholidayindia.blogspot.com)

ગામ ચોમાસા હેઠ ભીંજાતું હોય એવા વરસાદના ટાણે
તમને તમે ગમવા માંડ્યા હો તે બીજું કોઈ ન જાણે!

ફૂગ્ગો ફૂલે એમ ઝીણું ખાબોચિયું ફૂલે જોતજોતામાં, જોતજોતામાં ફૂટે.
શેરીએ બૂમો પાડતા રેલા નીસરે એને આંબવા નદી છબિયુંમાંથી છૂટે;
ટીપાં, છાંટા, ચૂવા, વાંછટ, ધાર, ધધૂડા, ધોરિયા, ધોધંધોધા આખા ગામનું ગજું નાણે!

જળની હેબત વાધરી જેવા મનને થાપો મારતી કેવી ગારમાટીના કૂબે,
તમને તમે કેટલું ગમ્યા, કેમ ગમ્યા-એ કોયડાસોતું છિછરું માથું ડૂબે;
જળના આવા ઘોંચપરોણા સાંભળે, જુએ, સમજે, સહે જીવ એે પ્હેલાં દરિયો તેગું તાણે!

– રમેશ પારેખ

7 replies on “કોઈ ન જાણે! – રમેશ પારેખ”

  1. સલામ રમેશ પારેખ ! સલામ દક્ષેશ ધ્રુવ !

  2. કવિ શ્રેી રજેન્દ્ર શાહ ની જન્મ શતબ્દિ કપડવન્જ ગામે dec-20-21 & 22 ના ઉજવાઈ રહિ છે.
    The detail we will send by email

Leave a Reply to Chetan Shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *