એક કાગળ, એક કલમ – કમલેશ સોનાવાલા

સ્વર – રૂપકુમાર રાઠોડ
સંગીત – પંડિત શિવકુમાર શર્મા
આલ્બમ – સંગઠન

એક કાગળ, એક કલમ, કંપન ભરેલું કાળજું,
વચ્ચે એક કવિતાનું, અમથું અમથું શરમાવવું.

વાસંતી વાયરામાં, પુષ્પોનું લહેરાવવું,
ટહુકે કોયલના, સરગમનું સર્જાવવું,
વચ્ચે એક શાયરનું, અમથું અમથું ભમરાવવું…

રાતે, હોઠોનું, ધીમું ધીમું મુસ્કુરાવવું,
પરોઢે ગઝલનું ગેસુમાં ગુંથાવવું
વચ્ચે એક શમણાને, અમથું અમથું પંપાળવું…

પ્રણયની પહેલ છે, નયનોનું ટકરાવવું,
મહોબ્બતની મંઝિલ છે, આતમને મિલાવવું,
વચ્ચે એક હૈયાનું, અમથું અમથું નંદવાવવું…

ગીતાની શરૂઆત અર્જુનનો વિષાદયોગ,
ગીતાનો ઉપદેશ અર્જુનનો સન્યાસયોગ,
વચ્ચે આ ‘કમલ’નું અમથું અમથું અટવાવવું…

– કમલેશ સોનાવાલા

5 replies on “એક કાગળ, એક કલમ – કમલેશ સોનાવાલા”

  1. જયશ્રિ બહેન,
    આવી સુંદર રજુઆત માટે અભિનંદન સ્વીકારશો. ટહુકા વગર દિવસ ઉગતો નથી.
    keep it up….

Leave a Reply to hassan Cancel reply

Your email address will not be published. Required fields are marked *