લ્યો આવી ગઈ દિવાળી – અનિલ ચાવડા

સમગ્ર ટહુકો પરિવાર, અને San Francisco Bay Area ના કલાકારો તરફથી એક ખૂબ જ પ્રેમભરી દિવાળીની શુભકામનાઓ અને નૂતનવર્ષાભિનંદ. અને સાથે માણીએ કવિ શ્રી અનિલ ચાવડાનું આ મઝાનું દિવાળી ગીત!

Music : Asim and Madhvi Mehta
Music Arrangement : Asim Mehta
Vocals:
Darshana Bhuta Shukla, Asim Mehta, Madhvi Mehta, Neha Pathak, Sanjiv Pathak, Bela Desai, Hetal Brahmbhatt, Ameesh Oza, Parimal Zaveri, Aanal Anjaria, Achal Anjaria, Palak Vyas, Ashish Vyas, Ratna Munshi
Photography and Videography:Narendra Shukla and Achal Anjaria

YouTube Preview Image

લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ,
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

ઉદાસીઓના ફટાકડાઓ
ઝટપટ ફોડી દઈને,
ચહેરા ઉપર ફૂલઝડી સમ
ઝરતું સ્મિત લઈને;
કોઈ પણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ…
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

સૌની ભીતર પડ્યો હોય છે
એક ચમકતો હીરો,
ચલો શોધીએ ભીતર જઈને
ખુદની તેજ-લકીરો;
ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

– અનિલ ચાવડા

(આભાર – અનિલચાવડા.કોમ)

10 replies on “લ્યો આવી ગઈ દિવાળી – અનિલ ચાવડા”

 1. Suresh Hathiwala says:

  “રવિન્દ્ર ગુર્જરેી” ?
  It should be a “dirgha” “ee” as in “Raveendra”; It is a word made up of “Ravi” and “Indra” and by the rules of “sandhi” it becomes a “dirghaa” “ee”.

  Thanks.

 2. Anil Chavda says:

  આભાર જયશ્રી બહેન,
  દિવાળી તથા નવા વર્ષના પાવન પર્વ નિમિત્તે આપને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું.
  આ પ્રસંગે આપે મારી કવિતા આપના ટહુકો.કોમમાં મૂકી તેથી આપને હૃદયપૂર્વક આભારી છું.

  આપ તથા આપના પરિવારજનોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
  દિવાળીનું પાવન અજવાળું આપના જીવનમાં પણ આપના ઇચ્છિત સુખનું નવું અજવાળું લઈને આવે તેવી પ્રાર્થના કરું છું.
  આપના ટહુકો.કોમનો ટહુકો અવિરત બધાને સંભળાયા કરે તેવી ઈશ્વરને પ્રાર્થના…
  શુભ દિપાવલી… નૂતન વર્ષાભિનંદન…

 3. અશોક પંડ્યા says:

  દીપાવલીને લક્ષમાં રાખીને સર્જાયેલું સુંદર કાવ્ય..ઓછાં શબ્દો અને સરળ ભાષામાં ઘણી ઊંડી વાત અનિલભાઈએ કરી છે. આ કૃતિ આ સપરમા દિવસે મૂકવા માટે ટહૂકોને અભિનંદન…ટહુકો.કોમના ભાવકોને શુભકામનાઑ..

 4. Maheshchandra Naik (Canada) says:

  સાલ મુબારક અને નવા વરસના અભિનદન અને ખુબ ખુબ શુભ્ કામનાઓ,,,,,,,,,,,,,,,,,

 5. Prashant says:

  અનિલભાઈએ વર્ષનું એક ફક્ક્ળ resolution આપ્યું છે!

  …કોઈ પણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ…

  વાહ! નુતન વષાભિનંદન.

 6. Madhvi Mehta says:

  “આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.”વાહ અનિલ ભાઈ…. ખુબ સુન્દેર વિચાર અને શબ્દો!!!ા
  અમને ગાવાનિ ખુબ જ મજા આવેી!-ં-
  The talented team of Bay Area singers is amazing!
  Many thanks to Tahuko akka Jayshriben and Hetal for your continued encouragement!
  -Madhvi and Asim Mehta

 7. Asimbhai and Madhvi! Thank you so much for including us for this melodious composition 🙏🏽. The lyrics is so uplifting. Thank you Anilbhai Chavda🙏🏽 This was the best Diwali day I have ever spent. Thank you all my સુરીલા મિત્રો 🙏🏽 What a way to start the new year!! With the DHAMAKA!! સાલ મુબારક 🎉🎉

 8. JAYANT A . SHAH says:

  મજેનુ ખુબજ. પ્રશાતભાઇએ સાલ્મુબારક કહીને કોઇને મળ્વાનુ પ્ર્યોજન એકમેકને લાગણી રાખવાનુ. હોય .
  આપને તથા અનિલભૈને હાર્દિક શુભ ભાવના .,નુતન વરસ ની .

 9. Bharat Rana says:

  Khubaj saras
  સૌની ભીતર પડ્યો હોય છે
  એક ચમકતો હીરો,
  ચલો શોધીએ ભીતર જઈને
  ખુદની તેજ-લકીરો;
  Jai Shree Krishna
  Saal mubarak

 10. દિવાળેીને નવા પરિપ્રેક્ષ્યમાં રજુ કરતુ સુંદર કાવ્ય.
  બંદીશ સરસ. ગીત પુરુ થયા પછી ગણગણવાનુ મન થાય એવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *