અલવિદા હિમાંશુભાઈ! We will miss you…

આપણા યુવાન કવિ હિમાંશુભાઈ ભટ્ટનું આજે અવસાન થયું છે. ગુજરાતી કાવ્યજગતમાં મોટાભાગના લોકો એમની કેન્સર સાથેની લડતથી વાકેફ જ હતા. હજુ પણ મન માનવા તૈયાર નથી કે હવે એમનો ઇમેઇલ નહી આવે… એમની સાથે વાત નહી થાય..

એમની આ ગઝલ સાથે એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી અર્પણ કરીએ…

ચલ, ક્ષિતિજની પાર ચાલી જોઈયે,
કોઈ તો સીમા વટાવી જોઈયે…

જેની આડે તું કદી દીસે નહિં
એ બધા પહેરણ ફગાવી જોઈયે

મૌનને જેની કને વાચા મળે
એ હ્રદયમાં ઘર બનાવી જોઈયે

દોસ્તીતો બેઉની ઓળખ હતી
યારને આજે મનાવી જોઈયે

કાલ છે એની, જ્યાં તારી આજ છે
એક છે ગુલશન…, સજાવી જોઈયે

આવશે જીવન, અને ચાલી જશે
એક-બે યાદો બનાવી જોઈયે

– હિમાંશુ ભટ્ટ

22 replies on “અલવિદા હિમાંશુભાઈ! We will miss you…”

  1. જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ.
    આપણા સહુના દિલમાં નિવાસ કરીને હવે કવિરાજ પ્રભુના દરબારમાં પહોંચ્યા છે.
    પરમકૃપાળુ પરમાત્મા પરમ શાંતિ અર્પે એવી નમ્ર પ્રાર્થના.
    પરિવારજનોને પ્રભુ બળ આપે, રક્શા કરે.
    હાર્દિક પ્રાર્થના.

  2. નૈન છિન્દ્ન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકઃ!
    ન ચૈનં કલેદય્ન્ત્યાપો ન શોષયતિ મારુતઃ!!
    અમર તો કર્મોની સુવાસ રહે છે
    માટી નો દેહ ભલે માટીમાં ભળે છે
    સ્નેહ-સંસ્કાર નો એમનો વારસો
    વ્રુક્ષ બની ને છાયો આપતો રહે છે
    તમે છો અને રહેશો સદાયે સાથે એજ “શ્રધ્ધા”
    અર્પણ આત્માનું આંસુ, એ જ “અંજલી”
    પ્રભુના ઘરે જનાર અને આપણા સૌના હ્રદયમા સદાય વસેલા અને શબ્દોમા હમેશા ધબક્તાં રહેલ એવાં આત્મા પ્રભુ સદગતિ અર્પે એવી પ્રાર્થના સહ.
    —રેખા મહેશકુમાર શુક્લ

  3. માન્યામા નથિ આવતુ કે હિમન્શુભઈ પ્રભુનિ ત્યા ચાલ્યા ગયા ! તેમનિ લોકપ્રિય પન્ક્તિઓ હુ ઘણી વાર ટાન્ક્તો. એ મને વડીલબન્ધુ તરિકે તેમનિ કવિતાઓ ઘણી વાર ફોનમા સન્ભળાવતા. તેમનિ નિચેની પન્ક્તિઓ દ્વારા તેઓ હમેશ મારા તેમજ અનેક્ના રદયમા રહેશે.

    ” તને દેખાય જે મારી નથી ઉન્ચાઈ પોતાની
    ઉભો છુ હુ આ કોના પર અને મારે ખભે કોઇ !”

    કદીક માન્કડુ છુ કદીક છુ મદારી,
    છે ડમરુ તો એકજ તમશો અલગ છે !

    દીનેશ ઑ. શાહ, ગેઈન્સવીલ, ફ્લોરિડા, યુ.એસ્ે.

  4. તારી હસ્તી તારી પાછળ એ રીતે વિસરાય નહીં,

    આંગળી જળમાંથી નીકળે ને જગા પુરાય નહીં,

    એક ખાલિપો ભલે ઊભો કરીને તું ગયો,

    લોકહૃદયે જે મઢ્યાં, તારાં કવન ભુંસાય નહીં.

    ————————————————
    કવિ હિમાંશુ ભાઈની સ્મૃતિમાં . . .
    – દીપક ગણાત્રા ‘પ્રીતમ’

  5. RIP Himanshu bhai,
    I pray almighty to give strength to your family to shoulder this tragedy.
    Mukesh U Joshi ( ILOL )

  6. “DaDee, Beeji Koi VAAT SambhLavo”……..AnE Aa VAAT SAAmbhlavi??

    “ppppppppAAPPa PHONE Muku Have”………ANE FON EMANE Ja muki Didho??

    Prabhu TAne ShooN Maja Aave Chhe……..AAaVi majak kari Ne??

    Maara pan HOTH Seevai Gaya Chhe…..MOOK Anjali AaPU Chhu….

  7. પ્રભુ કવિ શ્રેી હિમાન્શુભાઇ ના આત્માને શાન્તિ આપે.

  8. શબ્દો ઓછા પડે એમને શ્રદ્ધાંજલી આપવામાં જેમણે સમય થી પર, હરએક સીમા પાર, અને સંબંધ ને કોઈ આવરણ કે અડચણ થી પર હંમેશાં સમજેલ … પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્મા ને પરમ શાંતિ આપે…
    “ચલ, ક્ષિતિજની પાર ચાલી જોઈયે,
    કોઈ તો સીમા વટાવી જોઈયે…

    જેની આડે તું કદી દીસે નહિં
    એ બધા પહેરણ ફગાવી જોઈયે

  9. May his soul rest in peace and God give strength to his family and friends and fans to bear this great loss.

    Jay Shree Krishna!

  10. કવિ હિમાન્શુભાઈ ની આ રચના મને ખુબ ગમી!
    જીવન મા કાંઇક અવનવુ કરવાની અને તે રીતે યાદોનો સમ્પુટ મુકી જવાની તમન્ના ભરપુર દેખાયછે,
    તેમને બાઅદબ સલામ!
    RIP,
    ઈન્દ્રવદન ગો.વ્યાસ

  11. હિમાંશુભાઈના સમાચાર જાણી ખુબ દુઃખ થયુ છે. ઈષ્વર તેમના આત્માને ચીરશાન્તી અર્પે.

  12. એક કવિ જ પોતાને જ ” અલવિદા ” કહી શકે એ કલ્પના અને ગઝલ એક ઉતક્રુષ્ટ અને ઉમદા કવિની અમિટ છાપ છોડનાર એવાં હિમાંશુભાઈને અલવિદા કહેવું એ એમના જ શેરની બે પંક્તિઓ દ્વારા શ્રધ્ધાંજલિ રૂપે

    ” જેની આડે તું કદી દીસે નહિં
    એ બધા પહેરણ ફગાવી જોઈયે
    મૌનને જેની કને વાચા મળે
    એ હ્રદયમાં ઘર બનાવી જોઈયે”

    પ્રભુના ઘરે જનાર અને આપણા સૌના હ્રદયમા સદાય વસેલા અને શબ્દોમા હમેશા ધબક્તાં રહેલ એવાં આત્મા પ્રભુ સદગતિ અર્પે એવી પ્રાર્થના સહ.

  13. હજુ તો હમણા જ તેમની બે કવિતા ઓ માણી – ડેડી તમે કોઇ નવી વાતો સુણાવો – આ કવિતા તો હુ હજુ ય ગણગણુ છુ ને મારા પપા ને યાદ કરુ છુ ત્યા આ ખેદજનક સમાચાર મળ્યા.

  14. “આવશે જીવન, અને ચાલી જશે
    એક-બે યાદો બનાવી જોઈયે”
    સાચે જ હિમાંશુભાઈ તમે સહુના હૈયામા અમિટ યાદ છોડી ગયા છો. તમારી ગઝલ અને શબ્દો સદા યાદ રહેશે.

  15. આવશે યાદો, અને ચાલી જશે
    ચાલો એક જીવન બનાવી જઈયે!

  16. પરમ ક્રુપારુ પર્મેશ્વર સદ્ગગત આત્મા ને શાન્તિ આપે, કુતુમ્બુજનોને ના પુરિ શકાય તેવિ khot મા થિ પાર પાદે તેવિ શક્તિ અપ્રે/

  17. Good literature laden with inspiring thoughts are like gold dust now a day! Individuals like Himanshubhai are like a beacon in this era of darkness. They will always shine like sun and rain like cooling moonlight, no matter where they may be.
    May his soul rest in peace. My heart goes to his dear- one’s. May God give them strength to come through the loss.

  18. His death suddenly due to cancer leaves void in gujarati sahitya and particularly poetry jagat
    At a time like this I remember my brother who compose and singers sang poetries written by yesteryear young potes maniar and other and the album Akhe Kakuna Suraj Athamya where beautiful poems were compose
    Wish if any of the poems are sung by someone for this great poets would love to hear

Leave a Reply to Indravadan g vyas Cancel reply

Your email address will not be published. Required fields are marked *