કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ – અનિલ ચાવડા

YouTube Preview Image

કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ,
ભીતર ધાંધલધમાલ થઈ ગઈ.

કોઈ આંખ જો ભીની થઈ તો,
કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ.

પંખીએ બે ટહુકા વેર્યા,
હવા બધીયે ગુલાલ થઈ ગઈ.

ડાળે ડાળે શુભ સંદેશા,
ઋતુઓ સઘળી ટપાલ થઈ ગઈ.

ઝાકળની જયાં વાત કરી ત્યાં,
સૂરજ સાથે બબાલ થઈ ગઈ.

– અનિલ ચાવડા

( આભાર – કવિની વેબસાઇટ :  anilchavda.com)

7 replies on “કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ – અનિલ ચાવડા”

 1. Vijay Bhatt ( Los Angeles) says:

  સુન્દર્!!!
  દરેક શેર પર ખુશ…
  પણ છેલ્લો શેર સહેજ જુદા મુડ નો લાગ્યો…

 2. Dhiren desai says:

  Tabuko is the best and I like read everyday .

 3. મઝાની રચના!

 4. મજાની ગઝલ..
  સામી દિવાળીએ શુભ સંદેશાઓની ટપાલ પસંદ આવી…

 5. Anil Chavda says:

  તમામ મિત્રોનો આભાર…
  બધાને નવા વર્ષ માટે નૂતન વર્ષાભિનંદન…
  જયશ્રી બહેનનો આભાર…

 6. Kiran Chavan says:

  Wah…..koi aangali rumal thai gai..
  Khub sundar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *