આર્શિવાદ – હિમાંશુ ભટ્ટ

કવિ મિત્ર હિમાંશુભાઇને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ એમની આ ગઝલ – જે એમણે એમના બાળકો – રોહન અને રિતુ માટે એમના આશિર્વાદ તરીકે લખી છે.

*****

પર્વત તને મળે કદી, કે રણ તને મળે
બસ જે સફરમાં ના ડગે, તે ચરણ તને મળે

છો પાનખર મળે કદી, ખિલતું રહે ચમન
પલળી શકે વસંતમાં, તે મન તને મળે

કાબુમાં હો બધું સદા, એમાંય ક્યાં મજા?
ઉર્મી ના અવનવા, રૂડા પવન તને મળે

પથમાં ચડાવ છે, અહિં ઊતાર છે ઘણા
સ્થિતપ્રજ્ઞ તું રહી શકે, ચિંતન તને મળે

કેડી હો પારકી, કદી તો દોડતો નહિં
તારું છે શું સ્વરૂપ, તે સમજણ તને મળે

તારામાં તત્વ છે,અહિં તું એકલો નથી,
મળવાને કૃષ્ણને, સદા કારણ તને મળે

તારાથી મોટો તો,અહિં તું થાયના કદી
સાચી ઝલક ધરે જે, તે દર્પણ તને મળે

ચાહું છું સાચો કોઈનો તું પ્રેમ પામજે
મુક્તિ મળે છે જ્યાં, તે બંધન તને મળૅ

એવું બુલંદ કોઈ તો તું ધ્યેય ગોતજે
જેથી ઘડે જીવન,અહિં તર્પણ તને મળે

આંખોમાં ગર્વ હો સદા, હૈયામાં કંપ હો
પ્રજળે અનંતમાં સદા, જીવન તને મળે

મારા ગયા પછી, તને તારા વિચારમાં
મારા વિચારની, સદા રજકણ તને મળે

– હિમાંશુ ભટ્ટ

8 replies on “આર્શિવાદ – હિમાંશુ ભટ્ટ”

 1. સુંદર વિધાયક રચના…

  કવિમિત્ર હિમાંશુ ભટ્ટને જન્મદિવસની મોડી તો મોડી પણ મોળી જરાય નહીં એવી હાર્દિક શુભકામનાઓ…

 2. ashok n pandya says:

  હિમાંશુભાઈને મોડી ખરી પણ મોટી-મોટી જબ્બર શુભેચ્છા..બહુ જ સુંદર રીતે આશીર્વાદ આપ્યા છે..નમૂનેદાર્. અન્ન્ય..અને વળી અવ્વલ તો ખરાં જ..

 3. Upendraroy says:

  Belated Many Many happy returns of the day !!!

  you are representative of all the Pappaji and every Father will bless his children in these words. Nice blessings in a Gazal form.Enjoyed the words and its BHAV !!!

  once again,May Your Guru and God bless you !!!

 4. Ramesh Patel says:

  સુંદર ગઝલ” જન્મદિન મુબરક.

  રમેશ પટેલ(આકાશદીપ)

 5. mahesh dalal says:

  બહુ સરસ રચના

 6. mahesh rana vadodara says:

  SARAS RACHANA MANY MANY HAPPY RETURNS OF THE DAY

 7. Vipul Dalal says:

  હિમાંશુભાઈ,
  મેં માત્ર તમારી બે જ રચનાઓ વાંચી/સાંભળી, આશિર્વાદ અને ડેડી તમે મને સપના ગણવો. આપના ઊંડા ચિંતન અને તે
  ચિંતનને કાવ્યમાં બાંધવાની આવડત બંને હૃદયમાં ઉતરી ગયા. તમારા કાવ્યથી તમારો પરિચય જો બાંધી લઉં, તો માત્ર જન્મદિવસ જ મુબારક એટલું જ નથી પાઠવતો, પરંતુ આપનું જીવન પણ મુબારક. જીવનમાં જે પામવાનું છે તે આજે અને અહીંયા છે, કાલે અને બીજે ક્યાંક નથી. તમારા આ સંદેશ અને ભાવનાને સલામ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *