નગરના માનવી છીએ, અમે આ ગામના નથી – મુકુલ ચોક્સી

સ્વર : નુતન સુરતી, અમન લેખડિયા
સંગીત : મેહુલ સુરતી

.

નગરના માનવી છીએ, અમે આ ગામના નથી
હમેશા કામમાં છતાં, કશા એ કામના નથી

અહીં વસંત વ્હાલની, અહીં ખુશી કમાલની
અહીં કદીક પાંગરે છે, મૌસમો ટપાલની

અહીં છે એ બધા કે જેની કોઇ ઝંખના નથી
અહીં છે એવું ભોળપણ, કે જેની નામના નથી

હ્રદયમાં એનું છે સ્મરણ, હવામાં એનું છે રટણ
ભલે મળું હજારને, મને ગમે બસ એક જણ

ભલે નથી નજીક પણ, એ સાવ દૂરના નથી
એ ચાહનાથી છે વધુ, ભલે એ ચાહના નથી

14 replies on “નગરના માનવી છીએ, અમે આ ગામના નથી – મુકુલ ચોક્સી”

  1. Audio file available નથીં….upload કરવા વિનંતી…

  2. very nice composition with a distinct mehul surti touch. Hope to hear many more such songs on tahuko. I think the second line should be
    હમેશા કામમાં છતાં, કશાય કામના નથી instead of
    હમેશા કામમાં છતાં, કશા એ કામના નથી

  3. સુંદર રીતે શબ્દબદ્ધ, સ્વરબદ્ધ…….
    નૂતનનો અદ્.ભૂત સુંદર અવાજ્……..

  4. મુકુલના મધુરા ગીતને
    નુતન- અમનની સુંદર ગાયકી
    શિરમોર પંક્તીઓ
    ભલે નથી નજીક પણ, એ સાવ દૂરના નથી
    એ ચાહનાથી છે વધુ, ભલે એ ચાહના નથી
    સૂદરમની યાદ…
    મેરે પિયા મૈં કછું નહીં જાનૂં,
    મૈં તો ચુપચુપ ચાહ રહી.

  5. “અહીં છે એ બધા કે જેની કોઇ ઝંખના નથી”
    “અહીં છે એવું ભોળપણ, કે જેની નામના નથી”

    આવી નિખાલસતા તો ક્યાંક જ જોવા મળે.
    સુંદર રચના.

    મુકેશ

  6. મેહુલ સુરતીના ખજાનામાંનું મારું એક મનગમતું રત્ન…

    “એ ચાહનાથી છે વધુ, ભલે એ ચાહના નથી”- પ્રણયોર્મિની ચરમસીમા મુકુલભાઈએ કેવી બ-ખૂબી શબ્દબદ્ધ કરી છે !

    ગીતને પોતાનો સ્વર આપનાર બંને મિત્ર કલાકારોને પણ ખૂબ ખૂબ અભિનંદન !

Leave a Reply to SANDIP DAVE Cancel reply

Your email address will not be published. Required fields are marked *