‘ચાલો ગુજરાત’ – વિશ્વ ગુજરાતી પરિષદ 2008

પ્રિય મિત્રો, નમસ્તે… કેમ છો?!! ‘ચાલો ગુજરાત’નું ઓઢણું ઓઢીને રુમઝુમ કરતી મા ગુર્જરી અમેરીકાનાં આપણા બેક-યાર્ડમાં જ આપણને મળવા આવી રહી છે… અને ત્યારે આપણે સામા દોડીને એને આવકારવા ન જઈએ તો કેમ ચાલે?! ખરું ને મિત્રો?!!! તો ચાલો… આવો… ભલે પધારો…!

દુનિયાભરમાં દૂર દૂર વસેલા ગુજરાતીઓને માટે આઈના(AIANA)એ સૌપ્રથમ ‘ચાલો ગુજરાત’ વિશ્વ-પરિષદ 2006 કરી હતી, જે સૌ ગુજરાતીઓ માટે ખૂબ જ યાદગાર બની ગઈ હતી. એ પરિષદની અદભૂત સફળતાને લીધે અને વિશ્વનાં ખૂણે ખૂણેથી આવનાર ગુજરાતીઓનો ઉત્સાહ અને પરિષદમાં મળેલી સંતુષ્ટિના કારણે, તેમ જ ગુજરાતી બોલતા સમુદાયની આંતરિક એકતાને દ્રઢ કરવા આઈનાએ ફરી એકવાર એજ વિશ્વ ગુજરાતી પરિષદનું આયોજન આ વર્ષે પણ કર્યુ છે… પરિષદનું સ્થળ છે: રારીટન એક્ષ્પો સેંટર, એડીસન, ન્યુ જર્સી… ઑગષ્ટની 29, 30 અને 31 તારીખે… (Labor day long week-end!)
‘ચાલો ગુજરાત’ – વિશ્વ ગુજરાતી પરિષદ 2008નું થીમ છે:
ગઈકાલને અપનાવો… આજને અજમાવો… આવતીકાલને બનાવો…
દુનિયા આપણી રંગભૂમિ છે !

આપણા ગરવા ગુજરાતનાં ઝળહળતા ઔશ્વર્યની થોડી ગરવી-ઝલક જોવી છે? તો અહીં ક્લિક કરો…
http://chalogujarat.wordpress.com/2008/07/27/wgc08-invitation/
અને હા, અમારા મહેમાનો વિશેની ડીટેલ માહિતી આ પ્રેસ-નોટમાં વાંચવાનું ભૂલશો નહીં…
http://chalogujarat.wordpress.com/2008/08/01/press-notes-0730200/
અને અહીં આવી જ રીતે અમે નિયમિત પ્રેસ-નોટ્સ મૂકતા રહીશું… અને તમને ઘણા પ્રોગ્રામ વિશેની વિગતો જણાવતા રહીશું.
અંતે, મારે તો તમને એ જ ખાસ કહેવું છે મિત્રો, કે આ વિશ્વ ગુજરાતી પરિષદમાં સામેલ થવાનો મળતો લ્હાવો કોઈપણ ગરવા ગુજરાતીએ ચૂકવા જેવો નથી જ નથી… તો ચાલો પ્યારા ગુજરાતીઓ, આપણા પોતાના ‘ચાલો ગુજરાત’માં… સમય સરતો જાય છે અને ટિકીટો પણ… આઈનાની સાઈટ www.wgc08.org અથવા બ્લોગ http://chalogujarat.wordpress.com ઉપર જઈ જલ્દીથી તમારી, તમારા પરિવારની અને તમારા મિત્રોની ટિકીટો બુક કરાવી લ્યો… અને અમારી સાથે આપ પણ આપણા વ્હાલા ગુજરાતની અનોખી રંગત માણવા આવો.
તો આપ સૌ મિત્રો, મને ત્યાં મળશો ને?!!

જય ગુર્જરી… જય ગુજરાતી !!

Team AIANA
Blog: http://chalogujarat.wordpress.com
Website: www.wgc08.org

—————————————————————————

ચાલો ગુજરાત વિશે થોડું…

‘ચાલો ગુજરાત’, એ સૌ ગુજરાતીઓને અને ખાસ કરીને આપણી ગુજરાતી યુવાપેઢીને ગુજરાતની મહાન સંસ્કૃતિ અને અમૂલ્ય સંસ્કારોના વારસાને જાણવાની અને જાળવવાની પ્રેરણા આપનાર એક નમ્ર પ્રયાસ છે. આ પરિષદ માત્ર વ્યવાસાય, ભણતર, સંસ્કૃતિ, સંગીત, લોકનૃત્ય અને નાની નાની પરિષદો માટે જ નથી, પરંતુ જીવન અને પરિવાર સંબંધી પ્રશ્નો જેવા ઘણા વિવિધ વિષયો ઉપર નિખાલસ ચર્ચા માટે પણ છે. જેમનું મૂળ ગુજરાતમાં હોય એવા કોઈ પણ ગુજરાતીઓ આ પરિષદમાં ભાગ લઈ શકે છે. ઘણા આગળ પડતાં ગુજરાતીઓ કે જેમણે વિવેધ ક્ષેત્રે જીવનમાં સમાજને ઘણું પ્રદાન કર્યુ છે એવા ગુજરાતીઓ પણ આ પરિષદમાં આવીને પોતાના અનુભવ બીજા બધા સાથે વહેંચી શકે છે. ઉદ્યોગપતિઓ, વેપારીઓ, સામાજિક તથા રાજકીય નેતાઓ સહિત ટેલિવીઝન અને ફિલ્મક્ષેત્ર તેમ જ દરેક ધર્મક્ષેત્રનાં ધર્મગુરુઓએ પણ આ પરિષદમાં આવવાની પૂર્ણ તૈયારી બતાવી છે જ્યાં દરેક ક્ષેત્રમાંથી વિશ્વનાં ખૂણે ખૂણેથી ગુજરાતીઓ એકત્ર થશે. જાણે કે નાનકડું ગુજરાત ત્રણ દિવસ માટે ન્યુ જર્સીમાં જીવંત થઈ ઉઠશે!

‘ચાલો ગુજરાત’ ઐતિહાસેક પરિષદનું મુખ્ય લક્ષ્ય વિશ્વનાં તમામ ગુજરાતી લોકો માટે એક પ્રકારની તક પૂરી પાડવાનું છે જ્યાં બધા એકત્રિત થઈ એકતાની દૃષ્ટિથી વ્યવસાયિક, સાંસ્કૃતિક, સામાજિક, આધ્યાત્મિક, ધાર્મિક, મનોરંજિક, ભણતર સંબંધી, આરોગ્ય સંબંધી અને વસ્તી-વધારા જેવા વિષયો પર નિખાલસતાથી ચર્ચા કરી શકે.

‘ચાલો ગુજરાત’ પરિષદનું મુખ્ય ધ્યેય એકરસ અને એકત્વ ધરાવનાર ગુજરાતી સમાજની એકતા સ્થાપિત કરવાનું છે.

‘ચાલો ગુજરાત’ માટેની કોઈ પણ માહિતી માટે તમે મને અથવા અહીં ઈમેલ કરી શકો છો… mail@wgc08.org

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Warm Regards,
UrmiSaagar

One reply

  1. Vijay Bhatt (Los Angeles) says:

    Can we not have a mini-session of the same function on West Coast of USA?
    In California?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *