ગોવિંદો પ્રાણ અમારો – મીરાંબાઈ

આજે એક વધુ મીરાંબાઇનું ભક્તિગીત..!

સ્વર : કૌમુદી મુન્શી

.

અંતરનાં અજવાળાં આલબમ માંથી ડો.દર્શન ઝાલાના મધુર કંઠમાં,
સ્વર : ડો.દર્શના ઝાલા
સંગીત : અમિત ઠક્કર
રસ દર્શન : વિનોદ જોશી
આલબમ : અંતરનાં અજવાળાં

.

ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે;
મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે.

મીરાંબાઈના મહેલમાં રે, હરિસંતનો વાસ;
કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરી પાસ…ગોવિંદો…

રાણોજી કાગળ મોકલે રે, દો રાણી મીરાંને હાથ;
સાધુની સંગત છોડી દો, તમે વસોને અમારે સાથ… ગોવિંદો…

મીરાંબાઈ કાગળ મોકલે રે, દેજો રાણાજીને હાથ;
રાજપાટ તમે છોડી રાણાજી, વસો સાધુને સાથ… ગોવિંદો….

વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે, દેજો મીરાંને હાથ;
અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રીવિશ્વનો નાથ… ગોવિંદો…

સાંઢવાળા સાંઢ શણગારજે રે, જાવું સો સો રે કોશ;
રાણાજીના દેશમાં મારે, જળ રે પીવાનો દોષ… ગોવિંદો…

ડાબો મેલ્યો મેવાડ રે, મીરાં ગઈ પશ્ચિમમાંય;
સરવ છોડીને મીરાં નીસર્યાં, જેનું માયામાં મનડું ન કાંય…ગોવિંદો….

સાસુ અમારી સુષુમણા રે, સસરો પ્રેમ-સંતોષ;
જેઠ જગજીવન જગતમાં, મારો નાવલિયો નિર્દોષ…. ગોવિંદો….

ચૂંદડી ઓઢું ત્યારે રંગ ચૂવે રે, રંગબેરંગી હોય;
ઓઢું હું કાળો કામળો, દુજો ડાઘ ન લાગે કોય…. ગોવિંદો…

મીરાં હરિની લાડણી રે, રહેતી સંત-હજૂર;
સાધુ સંગાતે સ્નેહ ઘણો, પેલા કપટીથી દિલ દૂર… ગોવિંદો…

(આભાર : રીડગુજરાતી.કોમ)

12 replies on “ગોવિંદો પ્રાણ અમારો – મીરાંબાઈ”

  1. ઘનિ જ સુન્દર લ્લગ્નિ પ્રભુ પ્ર્ત્યે મિરા બાઇ ને.એ ગેીત મા આનુભવાય ચ્હે.

  2. Excellent!the original by Kaumudiben is still better.

    Sache j Kalapi e kahyu hatun tem: ” Hato Narsinh Hati Meera, Khara Ilmi Khara Shoora”

    To write what she has written here in a feudal state like Rajas than in the early sixteenth century addressed to the Rana himself requires some courage!

    Rajesh Bhat.

  3. aa bhajan nanpan ma khub sambhalyu chhe ane Koumudiben na mukhe temana eak program ma sambhalyutoo.tyar thee aa bahu j game chhe.aaje ghana versho pachhi tahuko.par sambhalee maja aavee gai.thanks.

  4. ડાબો મેલ્યો મેવાડ રે, મીરાં ગઈ પશ્ચિમમાંય;
    સરવ છોડીને મીરાં નીસર્યાં, જેનું માયામાં મનડું ન કાંય…ગોવિંદો….

    સાસુ અમારી સુષુમણા રે, સસરો પ્રેમ-સંતોષ;
    જેઠ જગજીવન જગતમાં, મારો નાવલિયો નિર્દોષ…. ગોવિંદો….

    સુંદર ભજન…….

  5. I listened to this bhajan after sooo many years. My mother used ot sing this Bhajan and I have heard it since my childhood . Today is her birth anniversary .

    I am deeply indebted and very glad to listen to this song .

    The sound breaks in between . I request you to do the needful . thanks

    dipak ashar

  6. મીરાં હરિની લાડણી રે, રહેતી સંત-હજૂર;
    સાધુ સંગાતે સ્નેહ ઘણો, પેલા કપટીથી દિલ દૂર…
    બહુ સરસ ભજન માણવાનિ મજા
    આભાર જયશ્રી…………….

Leave a Reply to Rajesh Bhat Cancel reply

Your email address will not be published. Required fields are marked *