વાદળની રેલગાડી – કૃષ્ણ દવે

મન મુકીને વરસી રહેલા વરસાદનું બાળગીત …….

vaadal
વાદળની રેલગાડી… The famous Bay Area Fog & the Bay… May 2010 @ Mt. Tamalpais

વાદળની રેલગાડી આવે રે લોલ
પવનભાઈ પોત્તે ચલાવે રે લોલ

ગરજીને વ્હીસલ વગાડે રે લોલ
ટહુકાઓ સિગ્નલ દેખાડે રે લોલ

ડબ્બામાં છલકાતા છાંટા રે લોલ
મેઘધનુષ એના છે પાટા રે લોલ

સ્ટેશન આવે તો જરા થોભે રે લોલ
ભીંજાતા ગામ કેવા શોભે રે લોલ

ખળ ખળ ખળ ઝરણાઓ દોડે રે લોલ
ઊંચા બે પર્વતને જોડે રે લોલ

ખેતર ક્યે ખેડુતજી આવો રે લોલ
મનગમતા સપનાઓ વાવો રે લોલ

કૂંપળબાઈ દરવાજા ખોલે રે લોલ
લીલ્લુંછમ લીલ્લુંછમ બોલે રે લોલ

– કૃષ્ણ દવે

8 replies on “વાદળની રેલગાડી – કૃષ્ણ દવે”

  1. Mumbai ICSE na 7 ma dhoran ni Gujarati pathypustak maa aa kavita chhe

    me mara son ne bhanavi ane aa kaviya ni copy Krushn Dave saheb paase correct pan karaavi

  2. વરસ્સાદ ના ગેીતો નો મરઓ નથિ લગ્તો , મજા આવે …………………….આન્દ નિ લહેરો મલે …………..આબ્બ્ભર ………ને ધન્યવાદ

  3. સરસ બાળગીત પૌત્ર-પૌત્રીઓને સંભળાવ્યુ તો આનદ આનદ થઈ ગયો…………………..

  4. ક્રુષ્ણ જી, ખૂબ જ સુન્દર અને મીઠ્ઠુ ગીત. વાહ ભાઈ વાહ !

  5. Jayshriben Koi pase Gavadavi Ne Mukyu Hot to khub Maja Avat !! ??

    Krushnabhai Nu Geet Etale Nagadi Rupio.Reserve Bank No Bodo nahi,Aato Rupano Khan Khan To !!!

    Dhanyavad !!!

  6. સુંદર રસીલું ગીત. બાલગીત પઠ્યપુસ્તકમા સ્થાન પામે તો રુડું લાગે. બાળકો હોંશે હોંશે ગાય. વળી નાનકડી ન્રુત્યનાટિકા પણ રચી શકાય.
    આભિનન્દન ક્રુષ્ણભાઈને. આભાર.

Leave a Reply to Jagdip Cancel reply

Your email address will not be published. Required fields are marked *