પુરુષોત્તમ પર્વ 7 : સ્વર – સંગીતનો જાદુ….

૧૫ મી ઓગસ્ટે વ્હાલા સ્વરકાર શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયે એમનો ૭૫મો દિવસ મનાવ્યો, અને મને બહાનું મળી ગયું એક અઠવાડિયા સુધી સતત એમના ગીતો સંભળાવવાનું..!! આજે પુરુષોત્તમ પર્વનો છેલ્લો દિવસ, પણ પૂર્ણવિરામ હરગીઝ નથી. આ તો બસ એક અલ્પવિરામ છે.. વારે-તહેવારે અને મન થાય ત્યારે આપણે પુરુષોત્તમદાદાને સાંભળતા આવ્યા છે અને સાંભળતા જ રહીશું. એમણે મરીઝ સાહેબની એક ખૂબ જ સરસ ગઝલ સ્વરબધ્ધ કરી છે :

જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે.

આ શેર મેં સાંભળ્યો ત્યારે મને ખરેખર એવું લાગ્યુ’તુ કે જાણે આ શેર મરીઝસાહેબે ફક્ત એમના માટે જ લખ્યો હોય..!!

એક અઠવાડિયું તો શું, એકાદ મહિના સુધી પુરુષોત્તમ ઉપાધ્યાયના જ ગીતો સંભળાવ્યા કરું તો યે એમના ગમતા ગીતોનો ખજાનો ખૂટે એમ નથી. આજે કયું ગીત સંભળાવું તમને એ નક્કી જ ન કરી શકી, એટલે એકસાથે ઘણા બધા ગીતો લઇ આવી. સતત ૨ કલાક સુધી પુરુષોત્તમ ઉપાધ્યાયને સાંભળવાની મજા આવશે ને? 🙂

અને હા, આજે બોનસમાં એક મઝાનો લેખ લઇને આવી છું. રિડિફ ગુજરાતી પર પ્રકાશિત દામિની દેસાઇ લિખિત – ‘વન્સ મોર પુરુષોત્તમ, વન્સ મોર..’ એક સ્વરકાર તરીકેનો પુરુષોત્તમ ઉપાધ્યાયનો સંઘર્ષ આમ તો આપણાથી અજાણ્યો નથી જ. પણ આ લેખ વાંચીને ચોક્કસ એમને નતમસ્તક મનોમન વંદન થઇ જશે.

આ લેખ ‘પુરુષોત્તમ ઉપાધ્યાય‘ પાના પર ટાઇપ કરીને થોડા દિવસમાં જરૂર મુકીશ, પણ હાલ તો આ PDF થી કામ ચલાવીએ.

.

ઉપરના track માં કયા કયા ગીતો છે એની યાદી આપવાનું મન તો થયું એકવાર, પણ પછી લાગ્યું કે થોડું Surprise factor હશે તો તમને પણ સાંભળવાની વધુ મઝા આવશે..!

મોટાભાગના ગીતો જો કે તમે પહેલા ટહુકો પર સાંભળ્યા જ હશે, સાથે થોડા નવા ગીતો પણ છે જે ટહુકો પર શબ્દો સાથે મુકવાના બાકી છે. અત્યાર સુધી ટહુકો પર મુકેલા પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરબધ્ધ – સંગીતબધ્ધ ગીતો અહીં ક્લિક કરી જોઇ શકો છો.

અને હા… પુરુષોત્તમ પર્વ મનાવવાની મને તો બહુ મજા આવી.. અને તમને?

16 replies on “પુરુષોત્તમ પર્વ 7 : સ્વર – સંગીતનો જાદુ….”

  1. પુરુષોત્તમભાઇનું ભૈરવી માં ગાયેલું “મનખાની આજે મરામત કરીએ જ્યાં જાવાનું તારે દૂર સજાવટ કરીએ” કોઈ પૂરા lyrics સાથે અપલોડ કરશે પ્લીઝ?

    • અમે ચોક્કસથી શોધીશું અને મુકીશું.
      તમારી પાસે ઓડિયો કે કોઈ પણ વધારે માહિતી હોય તો આપવા વિનંતી.

      આભાર

  2. આદરણીય શ્રી પુરુષોત્તમભાઈ ની સંઘર્ષ ગાથા સાંભળી ને આંખો ભીની થઈ ગઈ. શત-શત કોટી પ્રણામ એ મહા માનવ ને જેણે અનેક સંઘર્ષો વેઠીને ગુજરાતી ગઝલ / કવિતા / સંગીત ને નવી દિશાઓ આપી. જયશ્રી જો શ્રી પુરુષોત્તમભાઈ નો મોબાઈલ નંબર કે ઈ-મેઈલ મેળવી આપે તો તારો ખુબ ખુબ આભાર…………

    ભરત ગઢવી
    ગેબોરોને – બોત્સવાના (અફ્રિકા)

  3. અદ્ભ્ત આનન્દ એજ પર્વ….
    બહુજ સરસ સન્ગ્રહ મુક્વ બદલ આભાર્.

  4. પુરુષોત્તમ મારો જુનો અને પરમ મિત્ર. યુઍસઍ આવવાનો હતો એવી વાત થઈ હતી પણ આવ્યો નથી. તેના અવાજની વિશેષતા એ જ છે કે તેની વયની સાથે નહી પણ તેના મનની જેમ તે વધુ ને વધુ યુવાન થતો જાય છે.
    ભઈલુ આશા એ જ કે તુ અને તારો અવાજ અનન્તકાળ સુધી સ્વસ્થ રહે.

  5. મુ પુરુશોત્તમ્ ભાઈ ની એક અતિ ઉત્તમ રચના
    ફાગન્ નો ફાગ્.. મજા આવી ગઇ . . આભાર્

    one of his best creations.. it was a real treat.. thanks

  6. ફાગણ્ નો ફાલ અને ટ્હુકા{તમારો} નો સાદ
    પછેી મહેકયા વિના તે કેમ રહેીયે

    ઘણો જ આનન્દ થયો આવો અવિનાશ રેડેીઓ કરો તો બહુ મજા આવે!!

    પ્રભુ તમારેી બધેી મનોકામન પુરેી કરે.

  7. શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાય…ચરોતરનું મોતી..સંઘર્ષમાં ઝળહળી ઉઠ્યું.
    .!!!

  8. આભાર જયશ્રી,

    પુરુષોત્તમ ઉપાધ્યાયને ખરેખર નજીકથી જોવા-જાણવાનો મોકો મળ્યો. દામિની દેસાઇ લિખિત “પુરુષોત્તમ ઉપાધ્યાયનો સંઘર્ષ” દ્વારા ખરેખર પુરુષોત્તમ-દુનિયામાં પ્રવાસ કર્યો…

Leave a Reply to Bharat Gadhavi Cancel reply

Your email address will not be published. Required fields are marked *