વરસી કંઈ સ્મરણોની હેલી… – વિવેક મનહર ટેલર

girl
(પ્રતીક્ષા…             …કચ્છ, ઓક્ટોબર, ૨૦૦૯    Photo: Vivek Tailor)

***

વરસી કંઈ સ્મરણોની હેલી,
હું તો લથબથ ભીંજાઈ થઈ ઘેલી.

વિસરી ગઈના છાણાં થાપી-થાપીને
મેં તો હોવાની ભીંતોને ઓકળી;
ઘરકામની કાથીઓ ખેંચી બાંધેલ ખાટે
આડી પડી’તી થઈ મોકળી.
એના નામનો વંટોળ મૂઓ ફૂંકાયો એમ કે છત અને ભીંતો પડેલી.
વરસી કંઈ સ્મરણોની હેલી…

અંદરથી કોઈ મારી આંખ્યું દાબીને પૂછે:
કોણ છું હું બોલ સખી, બોલ..
કૂણી હથેળીઓ શ્વસી લગીર એમાં
મનડાનો થઈ ગ્યો ચકડોળ.
આટલું રહ્યું ન ભાન? આટલા જન્મોથી હું તારા જ ટેકે ઊભેલી ?!
વરસી કંઈ સ્મરણોની હેલી…

– વિવેક મનહર ટેલર
(૧૬/૧૭-૦૬-૨૦૧૦)

5 replies on “વરસી કંઈ સ્મરણોની હેલી… – વિવેક મનહર ટેલર”

 1. manubhai1981 says:

  TEKO HOVA CHHATA NA RAHYU BHAAN DR.SAHEB ?

 2. કાથીઓ ખેંચી બાંધેલ ખાટે
  આડી પડી’તી થઈ મોકળી…..
  સરસ રચના …….
  સોનેરી શમણું સુતું પાંગતે ઓગળી…!!( મારો મમરો)

 3. dolat vala says:

  saras

 4. Upendraroy says:

  Khub Sunder Sabdo Ane bhav !!!

  Hruday Puravak Na Abhnandan !!!

  Shreemay Krishna Dham Ma Tamane Ghatak Ghatak Pidha Chhe ?? !!!

  Upendraroy Nanavati

 5. સહુ મિત્રોનો ખૂબ ખૂબ આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *