… કે તું આવી હશે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

એ જ ભણકારા રહે હરપળ કે તું આવી હશે,
દૂર સુધી શ્હેર આ ઝળહળ કે તું આવી હશે.

ઠેઠ પાતાળેથી પ્રગટ્યાં જળ કે તું આવી હશે, 
સાવ નોખાં લાગતાં હર સ્થળ કે તું આવી હશે.

હા હતી સાબરમતી પણ નામની કેવળ નદી,
બેઉ કાંઠે એય છે ખળખળ કે તું આવી હશે.

શ્વાસ-આંખો-ઉંબરો-આંગણ ને રસ્તાઓ બધા,
રોજ કરતાં છે વધું વિહ્વળ કે તું આવી હશે.

ક્યાં હવે સજ્જડ કોઇ કારણ રહ્યું છે તે છતાં,
ટેવવશ થઇ જાય છે અટકળ કે તું આવી હશે.

10 replies on “… કે તું આવી હશે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’”

 1. Pravin Shah says:

  એ જ ભણકારા રહે હરપળ કે તું આવી હશે…..

  કેટલી વિરહ વેદના ભરી હશે હૃદયમાં !

  સુંદર ગઝલ !

  http://www.aasvad.wordpress.com

 2. સુંદર ગઝલ…

  શ્વાસ-આંખો-ઉંબરો-આંગણ ને રસ્તાઓ બધા,
  રોજ કરતાં છે વધું વિહ્વળ કે તું આવી હશે.

  ક્યાં હવે સજ્જડ કોઇ કારણ રહ્યું છે તે છતાં,
  ટેવવશ થઇ જાય છે અટકળ કે તું આવી હશે.
  – આ બે શેર ખૂબ જંચી ગયા…

  સહુ મિત્રોને ‘મૈત્રી દિન’ની શુભેચ્છાઓ…
  Dr. Vivek Tailor
  MySpace Layouts

 3. Sangita says:

  Very nice ghazal!

  I like the last two shers a lot:
  શ્વાસ-આંખો-ઉંબરો-આંગણ ને રસ્તાઓ બધા,
  રોજ કરતાં છે વધું વિહ્વળ કે તું આવી હશે.

  ક્યાં હવે સજ્જડ કોઇ કારણ રહ્યું છે તે છતાં,
  ટેવવશ થઇ જાય છે અટકળ કે તું આવી હશે.

 4. pragnaju says:

  મિત્રતા દિનના અભિનંદન
  સરસ ગઝલ
  આ શેરો
  એ જ ભણકારા રહે હરપળ કે તું આવી હશે,
  દૂર સુધી શ્હેર આ ઝળહળ કે તું આવી હશે.
  ક્યાં હવે સજ્જડ કોઇ કારણ રહ્યું છે તે છતાં,
  ટેવવશ થઇ જાય છે અટકળ કે તું આવી હશે.
  વાહ્

 5. Trupti says:

  છેલ્લા બન્ને શેર મા તો કમાલ કરી દીધી કવિશ્રી… આફ્રીન પોકારી ઉઠયા!!!

 6. Dear Rajesh,
  Aankho khushi thi Bhinjai jay chhe.
  Nanpan no ek dost kyan pahonchi gayo.
  Hearty congrates on your Award.
  Bhagvan haju pan vadhare ne vdhare pragati kare
  Tevi khara hriday ni shubhechchha…..
  Hemant kayastha

 7. mehul says:

  બહુ સરસ ,સાહેબ …………………………………………………………………………………………………………………………………………………………..એ જ ભણકારા રહે હરપળ કે તું આવી હશે,
  દૂર સુધી શ્હેર આ ઝળહળ કે તું આવી હશે.

 8. Piyush M. Saradva says:

  ખરેખર ખૂબ જ સરસ.

 9. Mehmood says:

  ક્યાં હવે સજ્જડ કોઇ કારણ રહ્યું છે તે છતાં,
  ટેવવશ થઇ જાય છે અટકળ કે તું આવી હશે.

  ઊતરી હશે શબનમ અહીં પગલાં પડ્યાં હશે,. ને પગલાં ઉપર ફૂલનાં
  ઢગલા પડ્યા હશે. માળીથી છાનું બાગમાં આવ્યું હશે પતંગ,.
  ફૂલો પર એની પાંખના નકશા પડ્યા હશે. …

 10. jatin says:

  very good lines created by you. and its very good.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *