નવી તે વહુ ના હાથમાં રૂમાલ – અવિનાશ વ્યાસ

આજનું આ ‘નવી વહુ’નું ગીત ખાસ એક મિત્રએ મોકલ્યું છે મારા માટે, ટહુકોના વાચકોને સંભળાવવા…!! 🙂

સ્વર : હેમા દેસાઇ
સંગીત : અવિનાશ વ્યાસ

vau.jpg

.

માલા રે માલ, લહેરણીયું લાલ,
ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ.

હે લપટી જપટી દેતી રે તાલ
શરમને શેરડે શોભતા રે ગાલ
કાવડિયો ચાંદલો ચોડ્યો રે ભાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ….. માલા રે માલ…..

હે… રાખે રાખે ને ઉડી જાય રે ઘૂમટો
પરખાઇ જાય એનો ફૂલ ગુથ્યો ફૂમકો

કંઠે મકેહતી મોગરાની માળ
આંખ આડે આવતા વીખરાયા વાળ
નેણલેથી નીતરે વ્હાલમનું વ્હાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ….. માલા રે માલ…..

હે… એની પાંપણના પલકારા વીજલડીના ચમકારા
એના રુદિયામાં રોજ રોજ વાગે વાલમજીના એકતારા

હિલોળે હાથ જાણે ડોલરની ડાળ
બોલ બોલ તોલતી વાણી વાચાળ
જલતી જોબનીયાની અંગે મશાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ.

માલા રે માલ, લેરણીયું લાલ,
ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ.

16 replies on “નવી તે વહુ ના હાથમાં રૂમાલ – અવિનાશ વ્યાસ”

  1. ખરેખર ખુબજ સરસ લોક-ગિત ચ્હે.
    ખરેખર મજા પડિ ગયિ.. વાન્ચિ ને..!!

    😉

  2. અરે ભાઈ વાહ ! ઘણા દિવસો થી મારે આ ગીત ની શોધ હતી.
    તમારો ઘણો ઘણો આભાર અને વખાણ કરવા માટે કયા શબ્દો વાપરું?
    ખરેખર આ તમારી વેબ સાઈટ બહુજ ઉત્તમ છે. તમારા આ સંગ્રહ થી મને અતિશય આનંદ થયો છે.
    જુના સમય ને વાગોળવાનો આનંદ અપાર છે.
    સુંદર કાર્ય માટેનો આ પરિશ્રમ બહુજ સાર્થક છે.
    ધન્યવાદ.

  3. વરસો પહેલા ની રાસ-ગરબા હરિફાઇ યાદ આવી ગઈ…

  4. ઘણા વખત પછી આ ગીત સાંભડયુ …………….. મજા પડી ગઈ!!!

  5. The original version of this song which is sung by the greatsest singer Asha Bhosle is far better. No one can imitate Asha ji’s voice and style.

    You should remove this poorly sung version by Hema Desai

  6. અવિનશ્ભૈનુ આ ગિત મને અને મરિ દિક્રિરિને બહુજ પ્રિય આજે સાભલવા મલયુ બહુજ અનન્દ થયો

  7. ઘના વખત બાદ આ ગિત સાભલવા નિ મજા આવિ ગઇ.અવિનાશ વ્યાસ સગિત નો જાદુ કૈ ઔર જ ચ્હે . સુન્દર ગિત્ ધન્યવાદ.

  8. માલા રે માલ, લહેરણીયું લાલ,
    ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ
    નવી તે વહુ ના હાથમાં રૂમાલ.

    i like the most plzzzzzzzzz tell me the site from i can download it

  9. STANDARD 8TH SANKRIT SUBJECU SUBASHITANI ” ADHARAM MADURM, VENU MADHURA GUNJA MADHURA MADURDIPA TE” ( MADRASTACK )

    samir soni

  10. હિલોળે હાથ જાણે ડોલરની ડાળ
    બોલ બોલ તોલતી વાણી વાચાળ
    જલતી જોબનીયાની અંગે મશાલ
    નવી તે વહુ ના હાથમાં રૂમાલ.
    અવિનાશની બળુકી કલમ અને હેમાનો સ્વર
    વર્ષોથી અંતરમાં ગુંજતું ગીત…

Leave a Reply to Girish Modi Cancel reply

Your email address will not be published. Required fields are marked *