આંખ સામે હમસફર વરસાદ હોવો જોઇએ – દિલીપ જોશી

rain.jpg

આંખ સામે હમસફર વરસાદ હોવો જોઇએ,
થઇ ટકોરો દ્રાર પર વરસાદ હોવો જોઇએ.

વક્ત હો હિલ્લોળતો પંખી સમો નીડે, નભે,
કાં પછી એના વગર વરસાદ હોવો જોઇએ.

ભાગ્ય જો પલ્ટી શકાતું હોત તો કહેતો ફરું,
પાનખરથી પાનખર વરસાદ હોવો જોઇએ.

ભીડ જેવું કૈ કળાતું કાં નથી રસ્તા ઉપર?
હર ગલી, ઘરઘર, નગર, વરસાદ હોવો જોઇએ.

સાવ ખુલ્લું આભ છે ને તો ય એકલ સાંજ છે,
આજ પણ તારા ઉપર વરસાદ હોવો જોઇએ.

કોઇ ભટકે છે અચાનક એક ટીપું ઝીલતાં
એ ખબરથી બે-ખબર વરસાદ હોવો જોઇએ.

– દિલીપ જોશી

7 replies on “આંખ સામે હમસફર વરસાદ હોવો જોઇએ – દિલીપ જોશી”

  1. pragnaju says:

    આ શેર સુંદર છે
    ભાગ્ય જો પલ્ટી શકાતું હોત તો કહેતો ફરું,
    પાનખરથી પાનખર વરસાદ હોવો જોઇએ.
    ભીડ જેવું કૈ કળાતું કાં નથી રસ્તા ઉપર?
    હર ગલી, ઘરઘર, નગર, વરસાદ હોવો જોઇએ.
    ડો મહેશ યાદ આવ્યા
    હાથ ક્યાં લંબાય છે, કારણ વગર?
    હાથ,સામે ખાસ હોવો જોઇએ !
    ઓળખીતાં કેમ લાગ્યા આંસુઓ ?
    સાવ અંગત ત્રાસ હોવો જોઇએ !

  2. પાનખરથી પાનખર વરસાદ હોવો જોઇએ….

    -ક્યા બાત હૈ! વાહ… મજાની ગઝલ…

  3. વક્ત હો હિલ્લોળતો પંખી સમો નીડે, નભે,
    કાં પછી એના વગર વરસાદ હોવો જોઇએ.

    સુંદર ગઝલ.

  4. pecks says:

    such a beautiful poem at a time of rainy season…!!subhan allah.

  5. sangoi raj says:

    નમસ્તે’ જયશ્રિબેન,
    શ્રિ દિલિપ ભૈ ની આ ગઝલ બહુજ સુન્દર અનેય ‘ તારા ઉપર વર્સાદ નિ વાત નિ તો’ સિ વાત કર્ વિ? વાહ મજા આવિ ગૈ.
    આ ની ઑડીઑ મલિ શકે ખરિ?
    આભાર સહ
    રાજ સન્ગોઇ ના જય ગુર્જર
    અમેરીકા થી…

  6. “સાવ ખુલ્લું આભ છે ને તોય એકલ સાંજ છે,
    આજ પણ તારા ઉપર વરસાદ હોવો જોઈએ.”
    સાચે જ વરસાદ કોઈની એકલતા દુર કરી હરિયાળી લાવી શકે.
    ખુબ સુંદર ભાવ.

  7. kalpesh solanki "કલ્પ" says:

    ઓળખીતાં કેમ લાગ્યા આંસુઓ ?
    સાવ અંગત ત્રાસ હોવો જોઇએ !

    છેલ્લા શેર ખુબ જ સુંદર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *