હું તો લજામણીની ડાળી – તુષાર શુક્લ

સ્વર : કવિતા કૃષ્ણમૂર્તિ
સ્વરાંકન : શ્યામલ-સૌમિલ મુન્શી

ઓ મારા મન ઉપવનના માળી હું તો લજામણીની ડાળી.

મહિયરમાં મસ્તીમાં ઝૂમી મનગમતું મરજીથી ઘૂમી;
વગર ઓઢણે શેરી પાદર પવન પજવતો ચૂમી ચૂમી;
આજ હવે અણજાણ્યે આંગણ પ્રીત બની ગઈ પાળી.

મહિયરની માટીમાં મ્હોરી, શ્રાવણ ભીંજીમ, ફાગણ ફોરી;
કૈંક ટહુકતાં સ્મરણો ભીતર, ચૂનરી છોને કોરી કોરી;
સપનાં જેવી જિંદગી જાતે ગાળી અને ઓગાળી.

એક ક્યારેથી બીજે ક્યારે રોપાવું ને ઊગવું મારે;
મહિયરની માટી સંગાથે આવી છું હું આંગણ તારે;
સ્નેહથી લે સંભાળી સાજન વ્હાલથી લે જે વાળી.

– તુષાર શુક્લ

8 replies on “હું તો લજામણીની ડાળી – તુષાર શુક્લ”

  1. ગાળી અને ઉગાળી….. વાહ વાહ
    તુષાર શુકલ ને ખૂબ ખૂબ અભિનંદન to bring out the nari samvedna

  2. I would love to inform you that I have written a song of a young girl , about to marry, ..a sweet dilemma between staying at father’s home for few more days and desire to go to the husband ‘s place..It is her last night .
    .[ chhelli kunwaari aavi raat re.. ]
    ..Malove Divetia, our known composer[ son of Kshemoo Divetia ] has composed it..and it will be available on his gujarati Light Music CD..” Swar Kavan “..
    It has a rich musical touch of Saumil Shyamal with modern musical arrangement and recording technique by Rakesh Rahul , the Munjaria Brothers.

  3. અહિં તો ત્રીવેણી સંગમ થયો છે.સુંદર ગીત એટલું જ મધુર સ્વરાંકન અને કવિતાજી નો અવાજ ક્યા બાત હૈ!

  4. એક નવ યૌવના ના મનના અરમાનો શ્રી તુશારભાઈ એ
    બહુજ સુન્દર રીતે અભ વ્યક્ત કર્યા છે . અભિનન્દન અને
    તેમાંય વળી કવીતાજી ના સ્વર માં સૌમીલ-શ્યામલ ના
    સંગીત રચના એ ચાર ચાંદ લગવી દીધા.

Leave a Reply to Bansi Dave Cancel reply

Your email address will not be published. Required fields are marked *