મહેંફીલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે – કૈલાસ પંડિત

સ્વર – સંગીત : મનહર ઉધાસ
આલ્બમ : સૂરજ ઢળતી સાંજનો

.

મહેંફીલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,
મારા ગયા પછી જ મારી વાત થઈ હશે.

ઢળતા સૂરજને જોઉં છું જોયા કરું છું હું,
લાગે છે એના શહેરમાંયે રાત થઈ હશે.

આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો,
રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે.

મારે સજાનું દુઃખ નથી, છે દુઃખ એ વાતનું,
વાતો થશે કે મારે કબૂલાત થઈ હશે.

લોકો કહે છે ભીંત છે બસ ભીંત છે ફકત,
‘કૈલાસ’ મારા ઘર વિષેની વાત થઈ હશે.

14 replies on “મહેંફીલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે – કૈલાસ પંડિત”

  1. આજ ની સવાર સુધારવાનો અનેરો આનંદ શ્રી.કૈલાસ પંડિતની સુન્દર ગઝલ શ્રી.મનહર ઉધાસના સ્વરને અને જયશ્રીબેનના “ટહુકા”ને જાય છે…બધાનો ખુબજ આભાર.મને ગમતી પંકતિ કેવી સુન્દર ને સરળતાથી લખી છે…વાહ મજા આવી ગઈ હો…!!
    આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો,
    રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે.
    Thank you very much…!!!

  2. જય્ શ્રેી બેન આ ગેીત uploa કરવા મતે આપનો આભર

  3. વિતેલા વરસો મા પાછા જાવા ની કેવિ મજા….Thanks to ‘Tahuko’

  4. I was looking for this one for years. First time when I heard this gazal, I was in last year
    of high school or may be in the first year of college I don’t remember but I do remember that it is Fantastic. Thanx to Tahuko

  5. ખરેખર અભિનન્દન્ ગુજરાતી ગીતો અન ગઝલો નુ સુન્દર આલ્બમ મુકવા બદલ.

  6. ટહુકો રેગ્યુલર સાંભળુ/વાંચુ છુ. એક ટેકનીકલ ક્ષતિ, જેને કારણે રસભંગ થાય જ છે તે તરફ ધ્યાન દોરું? લગભગ બધાજ ગીતોની છેલ્લી એક લીઁટી સાંભળી નથી શકાતી અને કોઈકે અચાનક ટેપ બંધ કરી દીધી હોય એવું લાગે છે.આવું કેમ થતું હશે? દાખલા તરીકે “આમ અચાનક જાવું નહોતું” મારુ અતિપ્રિય ગીત છે.અંતમા આરતી મુન્શી ના શબ્દો ‘લ્યો લ્યો રે દાદા ચુંદડી” સંભળાતા જ નથી અને બધી મજા બગડી જાય છે.આવું ઘણા ગીતોમાં થાય છે.કારણ ખબર પડે?

  7. Jyare pranay ni jagma sharuaat thai hase……e vaat javado…Jyare gujarati geeto na premio ni mulakat thai hase, TAHUKA ni avashya vaat thai hase……

  8. સ્વ.કૈલાસની ખૂબ જાણીટી ગઝલ મનહરનાં સ્વરમાં ફરી માણી
    મહેંફીલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,
    મારા ગયા પછી જ મારી વાત થઈ હશે.
    સૂંદર્
    યાદ આવી
    જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
    ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
    આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો,
    રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે.
    મનમાં ગૂંજન થયું
    પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
    રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.

Leave a Reply to kirit bhagat Cancel reply

Your email address will not be published. Required fields are marked *