ઘડિયાળ : કેટલાંક મોનો-ઇમેજ – મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’

 

૧. ઘડિયાળ સમય દેખાડે છે.
આ વાક્ય પછી
ખરાંનું નિશાન મૂકશો
કે ખોટાનું?
 
૨. નક્કી જ સમય
ઘાવ કરતો હશે.
નહીંતર આપણે
ઘડિયાળને કેમ પૂછ્યા કરીએ છીએ:
‘કેટલા વાગ્યા?’
 
૩. ઘડિયાળને
તમે દિવાલ પર ટાંગી શકો,
કાંડામાં પહેરી શકો,
ગજવામાં ય ઘાલી શકો,
અને સમયને?
 
૪. આપણો સમય
ચૂપકીદીથી ન ચાલ્યો જાય
એટલે જ કદાચ આ
ટન્…ટન્…ટન્…
 
૫. ઘડિયાળની ટીક-ટીક
monotonous લાગવા માંડે
ત્યારે સમજવું
કે તમારી પાસે
સમય જ સમય છે!
 
૬. ઘડિયાળના સેલ બદલાવ્યા
ત્યાં સુધીમાં
સમયના અશ્વો
ધૂળની ડમરીમાં
અદૃશ્ય થઇ ગયા.
 
૭. કૃષ્ણ
સમયને બાંધી શક્યા
કારણ કે
તેમણે ઘડીયાળ ન્હોતી બાંધી.
 
૮. ઘડિયાળનું નામ
જો જાદુઇ ચિરાગ હોત
તો સમય
પેલા જીનની જેમ
અટ્ટહાસ્ય કરીને કહેત :
“હુકુમ, મેરે આકા!”
 
૯. કાચબાની જેમ ચાલતી
આપણી ઘડિયાળ
‘તેની’ પાસે હોઇએ
ત્યારે અચાનક
સસલી બની જાય છે.
Einsteinએ સાચું જ કહ્યું છે :
TIME IS RELATIVE.   

– મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’
http://kavigami.blogspot.com/

5 replies on “ઘડિયાળ : કેટલાંક મોનો-ઇમેજ – મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’”

  1. કૃષ્ણ
    સમયને બાંધી શક્યા
    કારણ કે
    તેમણે ઘડીયાળ ન્હોતી બાંધી
    વાહ્
    મોતની કોઇને ખબર નથી. એ ક્યારે, કેવી રીતે આવશે તેની કોઇને ખબર નથી. જેના આવવાનો સમય નક્કી નથી તેની રાહ જોઇ સમય ન બગાડો, જિંદગીની ઘડિયાળ વહેલી બંધ ન કરી દો.

  2. ૪. આપણો સમય
    ચૂપકીદીથી ન ચાલ્યો જાય
    એટલે જ કદાચ આ
    ટન્…ટન્…ટન્…

    અદ્.ભૂત…

  3. Milindbhai,

    Congraulations for such beautiful thoughts and definitions! They are indeed unique.

    Einstein concluded : Time is relative.

    I consider Time as a relative. A relative which stays with us and witnesses each and every action of ours till our end!

    Jayshree, very good selection!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *