બાઇ હું તો કટકે ને કટકે કપાઉં – સુરેન ઠક્કર ‘મેહુલ’

આજે ફરી એક કૃષ્ણગીત… ના.. ખરેખર તો મીરાકાવ્ય..! આ ગીતનું સંગીત શરૂ થાય એના પરથી જ જાણે સ્વરકાર દક્ષેશ ધ્રુવના હસ્તાક્ષર દેખાઇ આવે છે..!

(બાઇ હું તો…. Photo: DollsofIndia.com)

* * * * * * *

સ્વર : નિશા ઉપાધ્યાય
સંગીત : દક્ષેશ ધ્રુવ

.

બાઇ હું તો કટકે ને કટકે કપાઉં,
મોરારીના મનમાં કેમે ના સમાઉં.

દેહ્યુંમાં જાગી દુજા ભવની બળતરા
લખ રે ચોર્યાશી ફેરા નથી મારે ફરવા
બાઇ હું તો નમતું જોખું ને ના તોળાવું
મોરારીના મનમાં કેમે ના સમાઉં.

બાઇ મીરા કહે મારા ઘટમાં ગોઝારો
ઘુમ્યો રે વંઠે મારા મનનો મુંઝારો

બાઇ હું તો ઘણું રે લખું ને ના વંચાવું
મોરારીના મનમાં કેમે ના સમાઉં.

14 replies on “બાઇ હું તો કટકે ને કટકે કપાઉં – સુરેન ઠક્કર ‘મેહુલ’”

  1. aa j geet kalpak gandhi baroda ane harshidaben raval amdavad na swar ma pan sambhalyu chhe male to gamata no gulal karava vinanti

  2. વળી શ્ર્રીમાન પઁચમભાઇને “અસ્વાદ્ય” અને” સ્વાદ્ય ” અર્થ સમજાવવા પડે કે ?

  3. સુરેન્,દેવેન,નિશાજી….ખૂબ ખૂબ અભિનઁદન !
    ગેીત અને ગાન ઘણાઁ જ ગમ્યાઁ.સૌનો આભાર !

  4. સરસ ગીતનુ સરસ સ્વરાન્કન અને સરસ સન્ગીત મીરાગીત માણવાની મઝા આવી સૌને અભિનદન…………………..

  5. પ્ન્ચમ કેમ તમ ે” અસ્વાદ્ય ” ક હો ?

    It is so… good!!

  6. Very Beautiful creation and voice as well.
    Also thank you to Jayshree for this wonderful collection.
    મારી સવાર સુધારિ….આભાર….

  7. બાઇ હું તો ઘણું રે લખું ને ના વંચાવું
    મોરારીના મનમાં કેમે ના સમાઉં.

    આપણે તો આ ગીતને મીરાંગીત જ કહીશું !
    સુરેનભાઇને ખાસ અભિનંદન !

  8. Excellent rendition. If you want one notch
    above excellent, listen to the rendition of Viraj
    and Bijal Upadhyay. They had presented this
    at a live concert in Mumbai a few years ago.

  9. બાઇ હું તો ઘણું રે લખું ને ના વંચાવું

    Khubaj bhaktibhaav bhareli sunder gayaki, adbhoot

Leave a Reply to Kamlesh Cancel reply

Your email address will not be published. Required fields are marked *