ભલા માણસ – પ્રણવ પંડ્યા

શું કરવાને પીડાવાનું? શું કરવો ગમ ભલા માણસ,
સતત અંધારપટ પણ ક્યાં રહે કાયમ ભલા માણસ.

હવે નાહક જુએ છે અધખૂલેલી બારીઓ પાછળ,
તને તાકી રહ્યું એ છે ભ્રમ ભલા માણસ.

દીવાલો સાવ પોલી છે, કદી પડઘો નહીં પાડે,
કરી દે બંધ તારા સ્નેહની સરગમ ભલા માણસ.

ઘણી છે વાટ નાની ને દીવે દિવેલ પણ ઓછું,
ને તારા ભાગ્યમાં છે મેઘની મોસમ ભલા માણસ.

તું પ્રગટાવીને પોતાને ઉજાળી દે દિશા સઘળી,
તને વધતી જતી વેદનાના સમ ભલા માણસ.

– પ્રણવ પંડ્યા

4 replies on “ભલા માણસ – પ્રણવ પંડ્યા”

  1. “સત અધારપટ પણ ક્યા રહે ભલા માણસ”,બસ એ ટાણે યાદ આવેી જાય ભલા માણસ ! બહોત ખુબ.

    • we all to read your poem
      i am ilke yor poem
      best wish to yoy
      rushita,dipti,radhika,sejal
      thank you!

Leave a Reply to P. P. MANKAD Cancel reply

Your email address will not be published. Required fields are marked *