ડર ન હેમંત – હેમંત પુણેકર

કાવ્ય પઠન – હેમંત પુણેકર

ડર ન હેમંત રીત બદલવામાં
બેધડક નામ લઈ લે મત્લામાં*

મંઝિલો જાય છોને ચૂલામાં
અમને ગોઠી ગયું છે રસ્તામાં

એને ભીંજાતી જોયા કરવાની
પાણીપાણી થવાનું વર્ષામાં

કંઈક કાંટાળી યાદો ભોંકાઈ
ફૂલ શો એક ચહેરો સ્મરવામાં

એ હકીકત હશે કે બીજુ કંઈ
સપનું આવે કદી જો સપનામાં!

– હેમંત પુણેકર

છંદવિધાનઃ ગાલગા ગાલગાલ ગાલલગા/ગાગાગા

*મત્લા -> ગઝલનો પ્રથમ શેર.
સામાન્યતઃ ગઝલના છેલ્લા શેર (મક્તામાં) કવિનું નામ આવે એવી પ્રથા છે.

******
(આભાર – હેમકાવ્યો)

8 replies on “ડર ન હેમંત – હેમંત પુણેકર”

  1. ડર ન હેમંત રીત બદલવામાં
    બેધડક નામ લઈ લે મત્લામાં*

    મંઝિલો જાય છોને ચૂલામાં
    અમને ગોઠી ગયું છે રસ્તામાં…… ખુબ સુન્દર

  2. આખરી પન્ક્તિ “સપનુ મળી જાય કદી કો સપનામા” લાજવાબ .

  3. શ્રી વિવેક ભાઈ સાથે સહમત છું! ઘણા સમયે હાજરી પુરાવું છું,કંઈક ચીલો ચાતરી ને નવું થતું કે ,કોઈને નવું કરતા જોઈએ ત્યારે આનંદ થાય કે વિચાર કે દ્રષ્ટિ ને આ રીતે પણ વિચારવા કે જોવાની આદત પડવી જોઈએ! નવા ની નવાઈ ન લાગે અને કૃતિમાં આનંદ પ ણ આવે- થોડા માં ઘણું સમજાવી શકાય એવી રચના દિવસો સુધી ગણ ગણવી ગમેજ ! આભાર હેમંતભાઈ, આભાર વિવેકભાઈ!

Leave a Reply to ashalata Cancel reply

Your email address will not be published. Required fields are marked *