એમ થોડો લગાવ રાખે છે – હેમંત પુણેકર

કાવ્ય પઠન – હેમંત પુણેકર

એમ થોડો લગાવ રાખે છે
સ્વપ્નમાં આવજાવ રાખે છે

ક્યાં એ આપે છે છૂટ્ટો દોર કદી
હલકો હલકો તણાવ રાખે છે

ફૂલ શી જાત રક્ષવા માટે
કાંટા જેવો સ્વભાવ રાખે છે

એ તો દબડાવવા સમંદરને
ફક્ત કાગળની નાવ રાખે છે

ભૂલી ગઈ છે સુગંધી ઘટનાઓ
યાદ એક અણબનાવ રાખે છે

– હેમંત પુણેકર

******
(આભાર – હેમકાવ્યો)

6 replies on “એમ થોડો લગાવ રાખે છે – હેમંત પુણેકર”

  1. સરસ ગઝલ.
    ફુલ શી જાત રક્ષવા માટે
    કાંટા જેવો સ્વભાવ રાખે છે…
    પન્ક્તિઓ ખુબ ગમી.

  2. @ અશોક ભટ્ટ :
    આખરી શેરની પહેલી પંક્તિનું વજન -છંદ- બરાબર જ છે.
    ગઝલની દુનિયામાં હેમંત પૂણેકર એવો સોની છે જેના દાગીનાનું વજન કોઈ પણ મીન-મેખ વિના અણીશુદ્ધ જ હોય.
    આપ “ગ-ઈ” એમ પઠન કરો છો જ્યારે અહીં કવિને “ગૈ” એવો ઉચ્ચાર અભિપ્રેત છે…

  3. છેલ્લા શેર ની પહેલી પન્ક્તિ મા થી “છે” કાઢી નાખો તો વજન વધુ સારુ લાગે.

    – અશોક

  4. હેમન્ત જી,

    ખૂબ જ સુન્દર ગઝલ રચના છે. અભિનન્દન.

Leave a Reply to વિવેક ટેલર Cancel reply

Your email address will not be published. Required fields are marked *