ભૌમિતિક ગઝલ – નયન દેસાઈ

લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે

શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે

ચાલ, સંબંધોનું કોઇ કોણ માપક શોધીએ
કે, હ્ર્દયને કેટલા અંશો સુધી છેદાય છે

આરઝૂના કાટખૂણે જિંદગી તૂટી પડે-
ને પછી એ મોતના બિંદુ સુધી લંબાય છે

બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે

11 replies on “ભૌમિતિક ગઝલ – નયન દેસાઈ”

  1. શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું
    હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે

    ચાલ, સંબંધોનું કોઇ કોણ માપક શોધીએ
    કે, હ્ર્દયને કેટલા અંશો સુધી છેદાય છે

    સ્રરસ ગઝલ ….

    Whole Gahzal is very nice…

  2. આ ગઝલનું આવું જ પ્રયોગશીલ સ્વરાંકન પરેશભાઇ ભટ્ટ્નું છે.
    ગાણિતીક સંકલ્પના સાથે અદભૂત સ્વરાંકન છે.

  3. Hi,
    Wonderful Ghazal. This ghazal is very beautifully composed by Paresh Bhatt. I have heard it from Munshi brothers few years ago.

    Would love to hear it again.

    Thanks,
    Kashyap

  4. વાહ નયનભાઈ, ગણિત અને ગઝલનો અદભુત સમન્વય. મઝા આવી.

  5. ભૂમિતિ તો ન’તું ગમ્યું પણ આ ગઝલ
    ફરી વાંચવાની પણ મજા આવી….. !!

  6. ગાણિતિક શબ્દોની
    મનની વ્યથા વર્ણવતી
    મને ગમતી ગઝલ્

  7. શૂન્ય ને ન્ ય ન દે સા ઇ બાંધી શક યા ……….બ હો ત ખૂ બ્……….

  8. મઝાની ગઝલ.
    ગઝલના માળખાન એમનુ એમ રાખીને,
    અંદરના કલેવરને ધરમૂળથી બદલી નાંખ્યુ..
    શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું
    હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે
    પંક્તીઓ વધુ ગમી-
    યાદ આવી…
    આપણે બંને વર્તુળો છીએ,
    સરખા લક્ષણો ધરાવતા
    સંપૂર્ણ ભૌમિતિક આકારો,
    જેને
    કેન્દ્ર અને પરિઘ સિવાય
    પોતાનું કશું નથી.
    બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
    શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે
    વાહ્
    શ્રીકૃષ્ણ આ એક જ શબ્દના ત્રણેય અક્ષરોની લગભગ તમામ રેખાઓમાં કયાંય સરળતા નથી. દેખીતી રીતે જ આ શબ્દ ભરપૂર ગૂંચવડાભર્યોજ લાગે.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *