કોઇ આવીને ઊભું છે આંગણામાં – નીતિન વડગામા

 

કોઈ આવીને ઊભું છે આંગણામાં,
થાય છે મારું રૂપાંતર બારણામાં.

સ્હેજ પણ એના સગડ ક્યાં સાંપડે છે ?
શ્વાસ પણ ખર્ચાય કેવળ ધારણામાં.

એટલે અંદર અજંપો ઊછરે છે,
કૈંક ખૂટે છે હજી પણ આપણામાં.

એક ક્ષણ બાળી અને ધરબી દીધી છે,
તોય એ ઊગ્યા કરે સંભારણાંમાં.

વય વધે છે, સૂર્ય પણ માથે ચડે છે,
ને બધાં પોઢી રહ્યાં છે પારણામાં.

સાંજ સઘળી ડૂબતી જાયે છતાંયે,
મન હજી પણ વ્યસ્ત છે વિચારણામાં.

– નીતિન વડગામા

4 replies on “કોઇ આવીને ઊભું છે આંગણામાં – નીતિન વડગામા”

 1. Pinki says:

  દરેક શેર ખૂબ મજાનાં …

  કોઈ આવીને ઊભું છે આંગણામાં,
  થાય છે મારું રૂપાંતર બારણામાં.

  આ રાહ જોવાનું ઘણું કષ્ટદાયક લાગે છે ?
  કોઇ બારણું કોઇ ઉંબર તો કોઈનું ડેલીમાં રુપાંતર થઈ જાય છે.. ?!!

 2. pragnaju says:

  નીતિનની સરસ ગઝલ
  તેમાં આ શેર
  વય વધે છે, સૂર્ય પણ માથે ચડે છે,
  ને બધાં પોઢી રહ્યાં છે પારણામાં.
  વાહ્

 3. સુંદર મજાની ગઝલ. બધા શેર સ્પર્શી જાય એવા થયા છે.

 4. Mayur guna says:

  વાહ્!સર……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *