ઓ રેતી બેઠી કેમ અબોલ ? – દિનેશ ઓ. શાહ

આજે કવિ શ્રી ડો. દિનેશ શાહના ૭૫મા (75th) જન્મદિવસે – એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સાંભળીએ એમનું આ મઝાનું ગીત..!  Happy Birthday Dinesh Uncle!  Wishing you great time ahead!

ગીતની શરૂઆત થોડું કુતુહલ કરાવે એવી છે. પહેલી પંક્તિ સાંભળીને એવો વિચાર આવે કે રેતી પરનું આ ગીત કવિ ક્યાં લઇ જશે? અને આગળ ગીત સાંભળો, તો કવિની પહોંચને સલામ કરવાનું મન થઇ આવે – કાચશીશીથી લઇ ને સિલિકોન ચીપમાં રહેલી રેતી – અને જીવનમાં વણાઇ ગયેલી રેતી (જે આપણે મોટેભાગે નજરઅંદાજ કરતા હોઇએ છીએ) એ કવિ બખુબી આપણી સામે લઇ આવે છે.

અને હા, ગયા વર્ષે દિનેશઅંકલના જન્મદિવસે જે ગીત મૂક્યું હતું – એ બળદગાડા વાળું ગીત યાદ છે? એ ગીત સાથે જે pop quiz મૂકી’તી – એના જવાબમાં આવેલી comments વાંચવાની ખૂબ જ મઝા આવી’તી! (એના જવાબ હજુ પણ ત્યાં આપી શકો છો!)

તો આજે બીજી pop quiz .. રેતી સાથેનો બીજો કોઇ સંબંધ યાદ હોય કે ન હોય, પણ રેતીના મહેલ નાનપણમાં ઘણાએ બનાવ્યા હશે, એના કોઇ સ્મરણો અમારી સાથે વહેંચશો? ચલો, શરૂઆત હું જ કરું! અમે અતુલ સુવિધા કોલોનીમાં રહેતા, ત્યારે ઘરની સામે જ મોટ્ટું મેદાન. પહેલો વરસાદ પડે ત્યારે એ મેદાનમાં મન ભરીને નાહવાનું! અને મોટેભાગે જે રેતીના મહેલ દરિયા કિનારે બનાવાતા, એવા રેતીના મહેલ પહેલા વરસાદથી ભીની થયેલી માટી – રેતી માંથી બનાવતા..!!

સ્વર – હેમા દેસાઇ
સ્વરાંકન – આશિત દેસાઇ

યુગ યુગથી તું ધીરજ ધરીને , બેઠી કેમ અબોલ રેતી બેઠી કેમ અબોલ
ઓ રેતી બેઠી કેમ અબોલ ……..

કણ કણમાં ઈતિહાસ ભર્યો તુજ, યુગ યુગથી સૌ જોતી
ગગને જયારે કોઈ ન ઊડતું , ત્યારે ઊડી તું રેતી …..
અખૂટ આ ભંડાર છે તારો , કિમત કશું નાં લેતી
કહેતા આ સૌ સસ્તી રેતી, મુજ મન તું અણમોલ
ઓ રેતી બેઠી કેમ અબોલ ……

જીવન તણી આ કાચ શીશીમાં , સમયની સરતી રેતી
અંતરમાં સમાવી દીધાં અગણિત છીપલાં મોતી
ખારા નીરમાં પ્રેમે તરતાં શીરે ભરતાં સૌ રેતી
ગોદમાં તુજ આ માનવ રમતાં આનંદે કિલ્લોલ
ઓ રેતી બેઠી કેમ અબોલ …..

કાચ બની તું કંગન થઇ કોઈ ગોરી હાથે ઝૂલતી
સૈનિક આગળ રણ મેદાને બંદૂક ગોળી ઝીલતી
રાજમહેલ કે રંક તણા ઘર પાયા ભીંતો ચણતી
પાળની પાછળ રહીને મારી વહેતા પુરને ધોલ
ઓ રેતી બેઠી કેમ અબોલ

વણઝારાની સાથી બનીને ભોમ ભોમમાં ભમતી
સિલીકન ચીપ બનીને આજે અવકાશે તું ઊડતી
ઝાંઝવાના નીર થઈને રણ વંટોળે ચડતી
તેલ ફુવારા રણમાં ફૂટતાં , અજબ છે એના મોલ
ઓ રેતી બેઠી કેમ અબોલ …

– ડૉ. દિનેશ ઓ શાહ (ગેઇન્સવિલ, ફ્લોરીડા, યુ એસ એ)

10 replies on “ઓ રેતી બેઠી કેમ અબોલ ? – દિનેશ ઓ. શાહ”

  1. ખૂબ સુંદર શબ્દો અને એવી જ સુંદર ભાવવાહી રજૂઆત

  2. ખુબજ સુંદર ગીત મજા આવી ગઈ.
    નાના હતા ત્યારે વડીલો કહેતા કે રસ્તાની રેત ની પણ જરૂર પડે એ વખતે રેત ની બહુ કિંમત નોતી સમજાઈ પણ પછી એનો અર્થ સમજાયો.
    રેતી શું છે એ શ્રી દિનેશભાઈએ આ ગીત વડે સમજાવ્યું.
    વરસાદ પડ્યા પછી રેતીના ઘર મિત્રો સાથે બહુ બનાવ્યા એ આનંદ જ કાઈ જુદો હતો, કોઈના મકાનનું કામ ચાલતું હોય તો ત્યાં આવેલી રેતમાં પણ રમવાની બહુ મજા આવતી. અત્યારે તો બાળકને એની માં રેતીમાં રમવાજ દેતી નથી એટલે એને એ આનંદ ક્યાંથી મળે

  3. very nice poem, O ….RETI bethi kam Abol…….No words to express this word My heart stopped beating.

  4. Shree Dineshbhai,
    Khoob sunder ane arthsabhar rachna. Apne swasthyapurna dirghayu mate khoob khoob
    shubhechha.

    Humumra Pravin Goradia

  5. સમુદ્ર કિનારે રેતીમા બેઠ બેઠા પ્રેમી પ્રેમિકાને કહે છે રેતીમા તારુ નામ લખી દઉ. એક કવિતાનીપન્ક્તિ યાદ આવી. દિનેશભાએને જન્મદિન મુબારક.

  6. MARA Vahala Dineshbhai,PRANAM…Platinum Jubilee SAMAYE MARA ANE CHHAYA Tarafathi,Panchoter VAAR LALI LALI NE !!!!!!!!!!!!.TAME JAYAN PAN HO……..Aa MOTHER EARTH UOPAR…..JE VELU NU CHHE !!!
    REti BHale YUG YUG THI Na Bole..PAN..TAME AAsitbhai,Hemaben……Ke Udaybhai Mazmudar Na Kanthe Niramay Rahi On your 100th Birth Day too,Bolya Karo…Reti Ghanu Ghanu KaheShe !!!!!!!!Silicone Valley Ni CHIPS pan Bole Chhe…….Kaviraj…Ghanu Ghanu..
    DhanyavAd !!We are going to forward this link to 75 Gujaratis today…….Now and at this moment..Asitbhai and Hemaben Nanavati have composed and sung with divine heart..Congrats to them !!!!

  7. ચપટી ધુળની પણ અગત્યતતા નાના હતા ત્યારે વડીલો ધ્યાન દોરતા રહેતા, રેતીની કણ વિશે તો દરીયા પર જતા ત્યારે જ દેરી બનાવી ચકરડીની ધજા ચડાવતા, ત્યારે ખબર નહોતી કે રેતીના કણની અગત્યતતા અગણીત બની રહી છે,અને આ રચના દ્વારા વિશેશ માહિતી પ્રાપ્ત થઈ, અને રેતીની અબોલતા વિશે નો મર્મ સમજવાની તક પ્રાપ્ત થઈ, સરસ અભિવ્યક્તિ બદલ કવિશ્રીને અભિનદન, જ્ન્મદિવસની શુભકામનાઓ અને આપનો અભાર………………….

  8. વણઝારાની સાથી બનીને ભોમ ભોમમાં ભમતી
    સિલીકન ચીપ બનીને આજે અવકાશે તું ઊડતી……..વાહ…

Leave a Reply to hitesh mistry Cancel reply

Your email address will not be published. Required fields are marked *