બહુયે ચહું રે – પ્રદ્યુમ્ન તન્ના

કૂંડળિયા કૂવાનાં પાણીડાં જાતી’તી....
કૂંડળિયા કૂવાનાં પાણીડાં જાતી’તી…. Picture: http://www.dollsofindia.com/

બહુયે ચહું રે તોય ક્યમ કરી કહું
મારો ફફડે છે જીવ ઘણો રાંકડો !
હાં કે સૈયર લાગ્યો રે –
રે લાગ્યો અણિયાળી આંખ્યુનો આંકડો !

કૂંડળિયા કૂવાનાં પાણીડાં જાતી’તી
આડો ઊતર્યો ઓલ્યો ફાંકડો,
આઘીપાછી તે જરી થાવા નો પામી કે
મારગડો હતો સાવ સાંકડો.

ચસચસતો ચોરણો, કોરુંમોરું કેડિયું
સાફલિયો બાંધ્યો સહેજ વાંકડો,
આંટી પાડીને ઊભા છોગાળા છેલની
કડ્યનો લાજી દેખી લાંકડો.

ના ઝાલી બાંયજી કે ના ઝાલ્યો છેડલો
ના માર્યો વ્હાલે એ કાંકરો,
આઘેથી આવડલી આંખ્યના ઉલાળે રે
ચિત્તનો ઘુમાવી ગિયો ચાકડો.

4 replies on “બહુયે ચહું રે – પ્રદ્યુમ્ન તન્ના”

  1. આન્કડો ફાન્કડો સાન્કડો પ્રાસ બહુ સરસ મ્ળ્યા છે. ક્રુશ્ણ રાધાનો રસ્તો આન્તરે તે વાત યાદ આવે.

  2. Thank you for posting Pradumnabhai’s poem. He was artist in many forms: Photgrpher, Painter and of course a very good Gujarati poet. Lived in Italy most of his adult life, however his poems has true Gujarati flavor.

  3. પ્રિતમને ઓળખવાની અને રજુઆત અવનવી કરીને અનુભવવાન એક રીત પણ પ્રેમ જ છે…………ખુબ સરસ્,……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *