પૂછતી નહીં કેટલો પાગલ… – સુરેશ દલાલ

૪ વર્ષ પહેલા – રૂપકુમાર રાઠોડના સ્વર-સ્વરાંકન સાથે પ્રસ્તુત કરેલ આ મઝાનું ગીત – આજે એક એવા જ મઝાના – પણ નવા સ્વર-સ્વરાંકન સાથે ફરી એકવાર…

સ્વરાંકન : માલવ દિવેટીઆ
સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી
સ્વર : અમન લેખડિયા

*****************

Posted on January 12, 2010

(આભમાં જોને કેટલાં વાદળ… ..June 2009, Clouds over Utah)

સ્વર – સંગીત : રૂપકુમાર રાઠોડ

પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ…
આભમાં જોને કેટલાં વાદળ…
એટલો પાગલ…

ઝાડનું નાનું ગામ વસાવ્યું ને ફૂલને
તારું નામ દીધું છે.
ભમરા તને ગુંજયા કરે: ગુંજવાનું મેં કામ દીધું છે.

જળને તારું નામ દઈ ઢંઢોળી દેતો.
ખોવાઈ ગયેલા નામને મારા ખોળી લેતો.
નદી તારા નામની વહે: એ જ નદીનું જળ પીધું છે.

આપણા પ્રેમની, સુખની દુ:ખની વાત કરું છું
શબ્દો આગળ.
પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ…

પ્હાડની ઉપર સૂરજ ઊગ્યો: રાતના ઊગ્યા તારા.
દિવસ અને રાત તો તારા નામના છે વણજારા.

ધરતીમાંથી નામનાં તારા તરણાં ફૂટે.
ઝરણાં તારા નામને ઝીણા લયમાં ઘૂંટે.

સાગર, ખડક, પવન, સડક, ઝૂંપડી, મકાન…
સૌને તારું નામ કીધું છે.

નામ તો તારું ગીતને માટે
સાવ કુંવારો કોરો કાગળ…

પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ…

23 replies on “પૂછતી નહીં કેટલો પાગલ… – સુરેશ દલાલ”

  1. સાગર, ખડક, પવન, ઝુંપડી , મકાન
    સૌને તારું નામ દીધું છે.

    અપ્રિતમ સુંદર રચના.
    મજા આવી ગઇ

  2. Meeta Shabdo,Meeto Awaz,Meethu Sangeet,Meethi Rachan……..Pagal Na Baniye To Ja Navai !!

    Khub Khub DhanyaVad !!

  3. ૅૂSUPERB……..EXCELLENT. HEADS OFF TO THE POET, SINGER AND THE TEAM OF MUSICIAN AND LAST BUT NOT THE LEAST TO THE “tahuko.com”

  4. પાગલ…પાગલ્….કેટ્લો પાગલ……

    ગીતે કરી દીધો એટ્લો પાગલ્…..

    ધરતીમાંથી નામનાં તારા તરણાં ફૂટે.
    ઝરણાં તારા નામને ઝીણા લયમાં ઘૂંટે.

    નામ તો તારું ગીતને માટે
    સાવ કુંવારો કોરો કાગળ…

    પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ…

  5. આપણા પ્રેમની, સુખની દુ:ખની વાત કરું છું
    શબ્દો આગળ.
    પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ…

  6. ખુબ જ સરસ શબ્દો, લય, ભાષા…
    સાચા પ્રેમની અભિવ્યક્તિ તો શબ્દો કે ચિત્રો જ કરી શકે,
    સાચો પ્રેમ સમજી શકે તેવું હ્રદય શોધવું
    આ જમાનામાં અઘરું છે…

  7. ધરતીમાંથી નામનાં તારા તરણાં ફૂટે.
    ઝરણાં તારા નામને ઝીણા લયમાં ઘૂંટે.

    પ્રેમની પુર્ણ અભિલાશા અને મદહોશી….

  8. સુન્દર રચના અને સુન્દર ગવન. પૂછતી નહીં કેટલો પાગલ….પાગલ એટલે ગાન્ડો કે જેને રહસ્ય મલ્યુ છે તે?

  9. Hijaar ke Gehre Zakham Mile To Mujh Ko yeh Ehsas Huva..
    Pagal Ko Samajhne Wale Kuch Kuch Pagal Hotay Hain..
    Very good.. આપણા પ્રેમની, સુખની દુ:ખની વાત કરું છું
    શબ્દો આગળ.
    પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ…

  10. આભમા જોને કેટલા વાદળ…ખુબ સરસ..એક અલગ પ્રકારનુ ગીત….શુભેચ્છઓનો
    “લખેલો ” કાગળ………..

  11. ‘puchati nahi’geet nice!!!! I want to listen a song ૧)’જનનિના હૈયા મ પોધન્તા પોધન્તા પિધો કસુમ્બિનો રન્ગ્’,૨)જય જય ગરવિ ગુજરાત્,તુ માતિ નથિ પન માતા મોરિ,જનક જનનિ સાક્શાત્…હે જન્મ ભુમિ ગુજરાત્…મહેન્દ્રકપુરે ગાયેલુ ગિત્!!!!thankyou….

  12. પ્રેમમા પાગલ કરી નાખતા શબ્દો અને સુરનો સમન્વય – વાહ વાહ

  13. આ ગીત પાર્થિવ ગોહિલ ના સ્વર મા સાંભર્યુ હતુ. પણ રૂપકુમારના સ્વરમા માં પણ એટલીજ મજા આવિ.

  14. વાહ પ્રેમની મસ્તી અને દીવાનગી રૂપકુમારના સ્વરમા આબેહૂબ વ્યક્ત થઈ છે. તનમન ડોલી ઊઠે તેવું ગીત્

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *