પહેલે વરસાદે, રાજ… – નીતા રામૈયા

આમ તો મુંબઇ – વાપી – સુરતમાં ઘણા વખતથી મેઘરાજાની પધરામણી થઇ છે, પણ હમણા જ ખબર આવી કે અમદાવાદમાં હજુ ગઇકાલે જ મેહુલો આયો….
તો આજનું આ ગીત ખાસ અમદાવાદ માટે….  🙂

rain

પહેલે વરસાદે, કેમ કરી પામવા
મોસમના અઢળક મિજાજ;
ઊભા રહો તો, રાજ, આંખ ભરી જોઇ લઉં
વાદળ ને વીજના રુઆબ.

વહેલી સવારથી ઘેરાયું આભ અને
આભમાં વરતાયું આષાઢી કહેણનું
વણછુટ્યું બાણ;

ઊભા રહો તો, રાજ, માણી લઉં બે ઘડી
આકાશી રાજનાં લહાણ;
પહેલે વરસાદે, રાજ, કેમ કરી પામવા
મોસમના અઢળક મિજાજ.

વહેતી હવાને ચડે મઘમઘતું ઘેન અને
આભથી વછૂટે કેવાં મેઘભીનાં વેણનાં
રૂમઝૂમતાં વહેણ;

ઊભા રહો તો, રાજ, પૂછી લઉં કાનમાં
વરસાદી કેફની બે વાત;
પહેલે વરસાદે, રાજ, કેમ કરી પામવા
મોસમના અઢળક મિજાજ.

– નીતા રામૈયા

5 replies on “પહેલે વરસાદે, રાજ… – નીતા રામૈયા”

  1. આટઆટલી રાહ જોવડાવ્યા પછી આજે જ્યારે ગોરમ્ભાયેલા આકાશે થોડુક વરસવાનુ પસન્દ કર્યુ અને આપણને પલાળ્યા ત્યારે આ રચના માણવી ગમી… ખૂબ ગમી..
    લતા

  2. નીતાનું ભાવથી પલાળતું ગીત્
    ઊભા રહો તો, રાજ, પૂછી લઉં કાનમાં
    વરસાદી કેફની બે વાત;
    પહેલે વરસાદે, રાજ, કેમ કરી પામવા
    મોસમના અઢળક મિજાજ.
    વાહ્

  3. મોસમના મિજાજને માણ્યા પછી,
    આકાશી રાજને મ્હાલ્યા પછી,
    આજે-
    ફરી વરસાદી કેફમાં ……!!

  4. પહેલે વરસાદે, રાજ, કેમ કરી પામવા
    મોસમના અઢળક મિજાજ……
    સુંદર વરસાદી ગીત!
    અમદાવાદીઓને યાદ કરીને સુંદર ગીત આપવા બદલ આભાર!

Leave a Reply to Pinki Cancel reply

Your email address will not be published. Required fields are marked *