આઝાદ પણ કરું – સુધીર પટેલ.

ઊમેરું શું હવે ને શું બાદ પણ કરું?
શું શું ભૂલું અહીંથી, શું યાદ પણ કરું?

બોલી, કશુંક બોલી, વિખવાદ પણ કરું!
ને મૌન સાધી જબરો સંવાદ પણ કરું!

પામ્યો છું ઊડવાને આકાશ હું અસીમ,
આંખો ઉઘાડી એને મર્યાદ પણ કરું!

પાળી રહ્યો છું ઈચ્છાઓ પિંજરે ઘણી,
એક એક ગણીને એ સૌ આઝાદ પણ કરું!

ભૂલો થશે જીવનમાં નાની-મોટી ‘સુધીર’,
ફટ! ભૂલ એની એ જો એકાદ પણ કરું!

– સુધીર પટેલ.

23 replies on “આઝાદ પણ કરું – સુધીર પટેલ.”

  1. વાહ ! બે મત્લાની સુંદર ગઝલ !
    ફટ ! ભૂલ એની એ જો એકાદ પણ કરું !
    ભૂલો તો જીવનમાં થઈ જાય પરંતું
    એકની એક ભૂલ ફરી ન કરવાની વાત ગમી.
    ગઝલના બધા જ શેર અર્થ પૂર્ણ અને આસ્વાદ્ય થયા છે.
    અભિનંદન સુધીરભાઈ !

  2. સુપ્રસિધ્ધ બ્લોગ ટહુકો પર એક માતબર ગઝ્લ. બે મત્લાના પ્રયોગ સહિત્ કાફિયા સરસ નિભાવ્યા.

    પામ્યો છું ઊડવાને આકાશ હું અસીમ,
    આંખો ઉઘાડી એને મર્યાદ પણ કરું!

    વાહ…

  3. પામ્યો છું ઊડવાને આકાશ હું અસીમ,
    આંખો ઉઘાડી એને મર્યાદ પણ કરું!
    સરસ ગઝલનો ગમી ગયેલ શેર … મક્તા પણ મજાનો.

  4. ગઝલ ટહુકતી કરવા બદલ ‘ટહુકા’નો અને પ્રતિભાવ બદલ સૌ ગઝલ-પેમીઓનો હાર્દિક આભાર!
    સુધીર પટેલ.

  5. સુંદર ગઝલ.
    “બોલી, કશુંક બોલી, વિખવાદ પણ કરું!
    ને મૌન સાધી જબરો સંવાદ પણ કરું!”
    સરસ સહુને આ વાત આવડવી જોઈએ. ક્યારે બોલવું ને ક્યારે મૌન રહેવું.

  6. સુધઇર્ભૈ સુ>.ધિર્ર્ર્ર્ર્ર રહો
    sudhir means>>well thinker means he always thinks for goodness
    Jay Jay Garavi Gujarat. Namaste.

  7. I like last line…..Fat !Bhool ani aa Akad pan karu ! >>>>> in our normal life peoples are making mistakes every now & than for this, you must remained alert from each sides (gujarati mo kahevay ==Sajaag raho ) thanke

  8. બહુજ સરસ ગઝલ. ને મૌન સાધી જબરો સમ્વાદ પણ કરુ લાજવાબશબ્દો.

  9. ….ઘોળી અનંતર નાદ.. ફરિયાદ પણ કરું!

  10. આઝાદ પણ કરું………………………………………..સરસ ગઝલ

  11. સુંદર ગજલ. ભૂલો થશે ,જીવનમાં નાની મોટી થશે” સુધીર ”
    ફટ ! ભૂલ એની એ જો એકાદ પણ કરું,
    અને ……..જલ્દી કરું .. ???

  12. પાળી રહ્યો છું ઈચ્છાઓ પિંજરે ઘણી,
    એક એક ગણીને એ સૌ આઝાદ પણ કરું!…
    શ્રી સુધીરભાઈ,

    અભિનંદન..સુંદર ગઝલ …

  13. પામ્યો છું ઊડવાને આકાશ હું અસીમ,
    આંખો ઉઘાડી એને મર્યાદ પણ કરું!…વાહ..!! જ્યારે કંઇ પણ આવી મળે ત્યારે આ વિવેક બુધ્ધિની જરૂર હોય છે.
    સુંદર ગઝલ..!!

Leave a Reply to vibhavan mehta Cancel reply

Your email address will not be published. Required fields are marked *