આંગળીમાંથી – મનોજ ખંડેરિયા

કંકુ ખરે છે આંગળીમાંથી…. Picture from : http://serc.carleton.edu

સકળ જીવનની પીડા અવતરે છે આંગળીમાંથી
ન થતી જાણ ને વીંટી સરે છે આંગળીમાંથી

કરું જો બંધ મુઠ્ઠી- હસ્તરેખા થઈ જતી ભીની,
ઝીણું ઝાકળ સમું કૈં ઝરમરે છે આંગળીમાંથી

ન સ્પર્શાતું – ન તરવરતું – ન રોકાતું – ન સમજાતું
પવનથી પાતળું આ શું સરે છે આંગળીમાંથી

જીવનની શુષ્ક બરછટતાનું આશ્વાસન છે એક જ આ
સુંવાળું રોજ રેશમ ફરફરે છે આંગળીમાંથી

વીત્યાં છે વર્ષ પ્હેલા સ્પર્શની પૂનમને ઝીલ્યાને –
છતાં ભરતી હજી ક્યાં ઓસરે છે આંગળીમાંથી

પીળાછમ બોર જેવો પોષનો તડકો ઝીલ્યો એની –
હજી પણ વાસ કૈં આવ્યા કરે છે આંગળીમાંથી

ચમત્કારો નથી તો આ લખાતા શબ્દો બીજું શું?
સતત કાગળ ઉપર કંકુ ખરે છે આંગળીમાંથી

– મનોજ ખંડેરિયા

13 replies on “આંગળીમાંથી – મનોજ ખંડેરિયા”

  1. ” ન સ્પર્શાતું – ન તરવરતું – ન રોકાતું – ન સમજાતું
    પવનથી પાતળું આ શું સરે છે આંગળીમાંથી ??? “-
    — આસપાસનું વાતારણ ,પરિવેશ,માહોલ ખુશનૂમા બની જાય તેવા શબ્દોનો પ્રકાશ ,,,કો’સદનસીબને જ પ્રાપ્ત હોય…ખરુંને ?
    ……………………………………………………………………………………………………………………………………………………………………..
    “પ્હેલા સ્પર્શની પૂનમ” અજવાળાનુ ધ્યોતક્ -પ્રતીક !
    ……………………………………………………………………………………………………………………………………………………………………..
    “ચમત્કારો નથી તો આ લખાતા શબ્દો બીજું શું?
    સતત કાગળ ઉપર કંકુ ખરે છે આંગળીમાંથી ” -“શુભ-વિધાયક ભાવ ઇંગિત? ” કંકુ ખરવાની વાત ?

    ળા’કાન્ત / ૩૧-૩-૧૩

  2. મનમાં જે વિચારો ઉદભવે છઍ ;
    તે પન ખરિ પઙૅ આંગઙીમાથી.

    સરસ ભાઈ………………………………… i like it to much

  3. આંગળીઓ એ કમાલ કરી , બની ને કાવ્ય ધમાલ કરી,
    અભિનન્દન મારા મનોજને, દીલથી કરપુષ્પોની વાત કરી…..

    ઉપેન્દ્રસિંહ ભદૌરિયા….

  4. સરસ રચના, જીવનની ફિલોસોફી આંગળીમાથી તો કવિશ્રી મનોજ ખંડેરિયાને જ પ્રાપ્ત થાય, કવિશ્રી મનોજભાઈને લાખ લાખ સલામ…………………………….

  5. ખુબ સુન્દર ગઝલ માત્ર કવિ મનોજ ખન્દેરિયા જ લખિ શકે એવિ……

  6. ચમત્કારો નથી તો આ લખાતા શબ્દો બીજું શું?
    સતત કાગળ ઉપર કંકુ ખરે છે આંગળીમાંથી
    ખરેખર !!!!

  7. અમેરીકન કવિ ટેડ હ્યુજીસ નું કાવ્ય “ધ થોટ ફોક્ષ્ ” આ કવ્ય મલિ શકે? મનોજ ખંડેરિયા!! મનોજ ખંડેરિયા ની તીક્ષ્ણ કલમ માંથી જ આ ટપકી શકે આ નું કોઈએ સ્વરાંકન કર્યું છે //

  8. અમેરીકન કવિ ટેડ હ્યુજીસ નું કાવ્ય “ધ થોટ ફોક્ષ્ ” ની યાદ અપાવે તેવી રચના– “આંગળીમાંથી”.

  9. सरस कविता लखाइ छे ( तमारी ) आंगळीमां थी . – रामदत्त ब्रह्मचारी

Leave a Reply to jadavji k vora Cancel reply

Your email address will not be published. Required fields are marked *