પ્રાર્થનામાં એક સાથે કેટલું માંગી શકો ? – જિગર જોષી “પ્રેમ”

પ્રાર્થનામાં એક સાથે કેટલું માંગી શકો ?
જીર્ણ વસ્ત્રોથી વરસતા આભને ઢાંકી શકો ?
 
આપ બહુ બહુ તો કરીએ શું શકો દુનિયા વિશે ?
સત્ય જેવા સત્યને બસ ક્રોસ પર ટાંગી શકો !

અંધ આંખો, પાંગળું મન ને લથડતા હો કદમ,
તો સફળતાને ભલા કઈ રીતથી આંબી શકો ?

કોણ ફૂલો મૂકવા આવ્યું હતું કોને ખબર ?
કબ્રમાં તીરાડ ક્યાં છે કે તમે ઝાંખી શકો !

જો, ફરી સંધ્યા સમય આવી ગયો છે “પ્રેમ”નૉ,
સૂર્યને બાંધી શકો તો ક્યાં સુધી બાંધી શકો.

– જિગર જોષી “પ્રેમ”

10 replies on “પ્રાર્થનામાં એક સાથે કેટલું માંગી શકો ? – જિગર જોષી “પ્રેમ””

  1. ખુબ જ સુન્દર ,,,,,,,,,,,,, શુ માગવુ,,,,,,???

    હૈયુ , મસ્તક ને હાથ , તે બહુ દૈ દિધુ નાથ હવે શુ માગુ

    શૈલેશ જાનિ
    ભાવનગર

  2. અંધ આંખો, પાંગળું મન ને લથડતા હો કદમ,
    તો સફળતાને ભલા કઈ રીતથી આંબી શકો ?
    કોણ ફૂલો મૂકવા આવ્યું હતું કોને ખબર ?
    કબ્રમાં તીરાડ ક્યાં છે કે તમે ઝાંખી શકો !
    વાહ
    બાકી પ્રાર્થનામાં માંગવો ફક્ત પ્રેમ છે…
    વ્

  3. કોણ ફૂલો મૂકવા આવ્યું હતું કોને ખબર ?
    કબ્રમાં તીરાડ ક્યાં છે કે તમે ઝાંખી શકો !

    જો, ફરી સંધ્યા સમય આવી ગયો છે “પ્રેમ”નૉ,
    સૂર્યને બાંધી શકો તો ક્યાં સુધી બાંધી શકો.
    -સુંદર ગઝલ…

    ફરી ફરીને માણવી ગમે એવી…

Leave a Reply to ANKUR Cancel reply

Your email address will not be published. Required fields are marked *