પ્રાર્થનામાં એક સાથે કેટલું માંગી શકો ? – જિગર જોષી “પ્રેમ”

પ્રાર્થનામાં એક સાથે કેટલું માંગી શકો ?
જીર્ણ વસ્ત્રોથી વરસતા આભને ઢાંકી શકો ?
 
આપ બહુ બહુ તો કરીએ શું શકો દુનિયા વિશે ?
સત્ય જેવા સત્યને બસ ક્રોસ પર ટાંગી શકો !

અંધ આંખો, પાંગળું મન ને લથડતા હો કદમ,
તો સફળતાને ભલા કઈ રીતથી આંબી શકો ?

કોણ ફૂલો મૂકવા આવ્યું હતું કોને ખબર ?
કબ્રમાં તીરાડ ક્યાં છે કે તમે ઝાંખી શકો !

જો, ફરી સંધ્યા સમય આવી ગયો છે “પ્રેમ”નૉ,
સૂર્યને બાંધી શકો તો ક્યાં સુધી બાંધી શકો.

– જિગર જોષી “પ્રેમ”

9 replies on “પ્રાર્થનામાં એક સાથે કેટલું માંગી શકો ? – જિગર જોષી “પ્રેમ””

 1. Pravin Shah says:

  સત્ય જેવા સત્યને બસ ક્રોસ પર ટાંગી શકો !
  સુંદર રચના !

 2. ANKUR says:

  PREM ne samjva to JIGAR joia
  v.good
  ankur kothari “KATOR”

 3. કોણ ફૂલો મૂકવા આવ્યું હતું કોને ખબર ?
  કબ્રમાં તીરાડ ક્યાં છે કે તમે ઝાંખી શકો !

  જો, ફરી સંધ્યા સમય આવી ગયો છે “પ્રેમ”નૉ,
  સૂર્યને બાંધી શકો તો ક્યાં સુધી બાંધી શકો.
  -સુંદર ગઝલ…

  ફરી ફરીને માણવી ગમે એવી…

 4. sheetal says:

  ભુલો ભલે બિજુ બધુ મ બાપને ભુલશો નહિ

 5. pragnaju says:

  અંધ આંખો, પાંગળું મન ને લથડતા હો કદમ,
  તો સફળતાને ભલા કઈ રીતથી આંબી શકો ?
  કોણ ફૂલો મૂકવા આવ્યું હતું કોને ખબર ?
  કબ્રમાં તીરાડ ક્યાં છે કે તમે ઝાંખી શકો !
  વાહ
  બાકી પ્રાર્થનામાં માંગવો ફક્ત પ્રેમ છે…
  વ્

 6. વાહ જીગરભાઈ,
  વાંચવાની તથા ગાવાની પણ મઝા આવે એવી રચના

  ડો. જગદીપ નણાવટી

 7. girish khatri says:

  ઘનઇ સરસ ગઝલ ચ્હે.

 8. shailesh jani says:

  ખુબ જ સુન્દર ,,,,,,,,,,,,, શુ માગવુ,,,,,,???

  હૈયુ , મસ્તક ને હાથ , તે બહુ દૈ દિધુ નાથ હવે શુ માગુ

  શૈલેશ જાનિ
  ભાવનગર

 9. janki says:

  mja aavi gay saru lagyui mne gmyu aa site thi mane mja aave 6 maru man halvu thay jay 6 mane gme 6

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *